કર્ણાટકમાં ભાજપના બે ધારાસભ્યો સહિત 5 અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ તમામ આરોપીઓ પર મેંગલુરુની એક શાળાના વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરવાનો આરોપ છે. આમાં સામેલ ભાજપના બે નેતાઓ વેદવ્યાસ કામથ અને વાય ભરત શેટ્ટી છે. આ સિવાય શહેરના કાઉન્સિલર સંદીપ ગારોડી, ભરત કુમાર અને બજરંગ દળના નેતા શરણ પંપવેલને આરોપી બનાવવામાં આવ્યા છે.
પોલીસે લોકોને ઉશ્કેરવા અને શહેરની સેન્ટ ગેરોસા સ્કૂલના વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ’ના નારા લગાવવા દબાણ કરવા બદલ ભાજપના બે ધારાસભ્યો સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે.