
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ૨ મહત્ત્વના ર્નિણય.FCRA સંશોધન બિલ અને ‘BHAVYA’ યોજનાને મંજૂરી.આ યોજના હેઠળ દેશમાં ૧૦૦ ઔદ્યોગિક ક્લસ્ટર બનાવાશે, જે પ્લગ એન્ડ પ્લે મોડલ પર આધારિત હશે.પાટનગર દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મુખ્ય ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાની જાહેરાત અગાઉ બજેટમાં કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ દેશમાં ૧૦૦ ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવામાં આવશે, જે પ્લગ એન્ડ પ્લે મોડલ પર આધારિત હશે. એટલે કે, અહીં રોડ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ પહેલેથી જ તૈયાર હશે. આ સાથે જ ૧૦૦ મોટા ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના પાછળ ૩૩,૬૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતને આર્ત્મનિભર બનાવવાનો છે. આ યોજના મેક ઇન ઇન્ડિયાનું જ એક મોટું રૂપ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં બનેલી વસ્તુઓને દુનિયાભરના માર્કેટમાં વેચવાનો છે.
BHAVYA યોજનાનો મુખ્ય હેતુ શું?
-ભારતમાં જ વધુમાં વધુ ચીજવસ્તુઓના ઉત્પાદન પર ભાર મૂકવો
-નવા ઔદ્યોગિક વિસ્તારો તૈયાર કરવા
-નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને આગળ વધવામાં મદદ કરવી
-વધુ ઉત્પાદન દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવી
કેબિનેટે કપાસ સીઝન ૨૦૨૩-૨૪ દરમિયાન કપાસ માટે MSP કામગીરી પર થયેલા ૧૭૧૮ કરોડ રૂપિયાના ખર્ચની ભરપાઈ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકારો, સેન્ટ્રલ PSUs અને પ્રાઈવેટ ડેવલપર્સ સાથે મળીને વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ્સની પસંદગી ચેલેન્જ મોડમાં કરવામાં આવશે.
મૂલ્યાંકન માપદંડ
-PM ગતિશક્તિ સિદ્ધાંતો
-અંડરગ્રાઉન્ડ યુટિલિટી કોરિડોર
-ગ્રીન એનર્જી
-ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિફોર્મ્સ
કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઈચ (૧૦૧.૫૧૫ કિમી) સુધીના ૪-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે-૯૨૭ના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઈબ્રિડ વાર્ષિક મોડ પર ૬૯૬૯.૦૪ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.
વિદેશી ફંડિંગ સાથે જાેડાયેલાFCRA (Foreign Contribution Regulation Act) સંશોધન બિલને પણ કેબિનેટમાં લીલી ઝંડી મળી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બિન-સરકારી સંગઠનો (NGOs) ને મળતા વિદેશી ફંડમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. ૧૮ માર્ચ ૨૦૨૬ ના રોજ મળેલી બેઠકમાં વિદેશી ફંડિંગના નિયમોમાં ફેરફાર કરવા માટે આ નવા સંશોધન બિલને મંજૂરી અપાઈ છે.




