
રક્ષા મંત્રાલયનો ઐતિહાસિક ર્નિણય.પહેલીવાર ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે વંદે માતરમ.રક્ષા મંત્રાલયના આ ઐતિહાસિક ર્નિણય હેઠળ સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ગીતને વિશેષ સ્થાન અપાશે.દેશ આ વખતે પોતાનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસના સમારોહની તૈયારીઓ ચરમ પર છે. આ બધા વચ્ચે રક્ષા મંત્રાલયે આ કાર્યક્રમ સંલગ્ન એક મહત્વની જાણકારી શેર કરી છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ આ વખતે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલી વખત રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે. આ આયોજન સ્વતંત્રતા સમારોહના કાર્યક્રમનો ભાગ રહેશે અને તેને આ વખતના સમારોહમાં એક ખાસ બદલાવ તરીકે જાેવામાં આવી રહ્યો છે.
દર વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કરે છે. ત્યારબાદ સ્વતંત્રતા દિવસ સમારોહમાં અનેક કાર્યક્રમનું આયોજન થાય છે. પરંતુ આ વખતના સમારોહમાં વંદે માતરમ્ને વિશેષ સ્થાન અપાયું છે. રક્ષા મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી મુજબ ૮૦માં સ્વતંત્રતા દિવસ સમારોહના ભાગ તરીકે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલીવાર વંદે માતરમ ગાવામાં આવશે.
વંદે માતરમનું ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં એક આગવું મહત્વ છે. બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયની રચના આ ગીત આઝાદીની લડતના દૌરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનનું પ્રતિક બન્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે લોકોમાં દેશ પ્રત્યે એકજૂથતા અને સ્વાધિનતાની ભાવનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે આજે પણ વંદે માતરમનું નામ દેશના સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં ઊંડાણપૂર્વક જાેડાયેલું છે.
આ વર્ષનો સ્વતંત્રતા દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીની ૮૦મી વર્ષગાંઠ ઉજવશે. લાલ કિલ્લા પરથી થનારા મુખ્ય સમારોહમાં પીએમ મોદીનું સંબોધન, ધ્વજારોહણ, અને અન્ય પરંપરાગત કાર્યક્રમો સાથે વંદે માતરમનું ગાયન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. રક્ષા મંત્રાલયની જાહેરાત બાદ હવે લોકોની નજર ૧૫ ઓગસ્ટના એ ઐતિહાસિક સમારોહ પર હશે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલીવાર રાષ્ટ્રગીત વંદે માતરમ્ની ગૂંજ સંભળાશે.




