
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટી અપડેટ ચંપત રાય અને અનિલ મિશ્રા આરોપી નહીં, સાક્ષી બનાવ્યા એસઆઈટીએ આ કેસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં બુધવારે એક મોટી અપડેટ સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ અયોધ્યાની એન્ટી કરપ્શન કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટ લગભગ ૭૪ હજાર પાનાની દાખલ કરવામાં આવી છે. તેને કેટલાય બોક્સમાં ભરીને કોર્ટમાં લાવવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં સૌથી મોટી વાત એ છે કે રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવને આરોપી નથી બનાવ્યા. એસઆઈટીના રિપોર્ટમાં તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત કેસ ચલાવવાની વાત નથી કરી. ત્રણેયને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યા છે.
એસઆઈટીએ આ કેસમાં આઠ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાય લોકોના નિવેદન લેવામાં આવ્યા અને ચઢાવા સાથે જાેડાયેલા રેકોર્ડ અને સીસીટીવી ફુટેજ પણ જાેવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, ચાર્જશીટમાં ૧૩૩ સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે ૫૯ પાનાનો અલગ આરોપ પત્ર અને ૧૦૧ સીડી સાથે જાેડાયેલા કાગળ પણ લગાવ્યા છે. આ મામલાની તપાસ દરમિયાન એસઆઈટીએ મંદિરમાં ચઢાવાની ગણતરી અને તેને રાખવાની રીત પણ જાેઈ હતી. પહેલાની તપાસમાં સીસીટીવીના આધાર પર ચઢાવા સાથે જાેડાયેલ કેસની ઓળખ બની ગઈ હતી. તપાસમાં પૈસા અને સામાન સંભાળવાની વ્યવસ્થા સાથે જાેડાયેલી ખામીઓ પણ સામે આવી હતી. હવે એસઆઈટીની ચાર્જશીટ કોર્ટમાં દાખલ થયા બાદ આગળની કાર્યવાહી કોર્ટમાં રજૂ થશે. આ મામલામાં આરોપીઓ પર લાગેલા આરોપો અને તપાસમાં એકઠા કરેલા પુરાવા પર કોર્ટમાં આગળની સુનાવણી થશે.




