
મતદારોના અધિકારો છીનવાયા ભારતમાં લોકશાહી મોટા ખતરામાં : જસ્ટિસ નરીમાન પશ્ચિમ બંગાળમાં યાદીમાંથી હટાવાયેલા લગભગ ૯૩ ટકા મતદારોના મામલામાં ર્નિણય તેમની તરફેણમાં જ આવ્યો હતો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વરીષ્ઠ જસ્ટિસ રોહિંટન ફલી નરીમાને લાખો મતદારોના નામ યાદીમાંથી હટાવવાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારોને ગેરકાયદે યાદીમાંથી બહાર કરી દેવાને કારણે લોકશાહી મોટા ખતરામાં મુકાઇ છે. સુપ્રીમ કોર્ટ આગળ આવે અને સિસ્ટમમાં સુધારા કરે. સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશ નરીમાને વધુમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં યાદીમાંથી હટાવાયેલા લગભગ ૯૩ ટકા મતદારોના મામલામાં ર્નિણય તેમની તરફેણમાં જ આવ્યો હતો, તેથી સ્પષ્ટ થાય છે કે તેમને ગેરકાયદે મતદાર યાદીમાંથી હટાવાયા હતા.
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેની અરજીની સુનાવણી ચાલી રહી છે. એવા સમયે સુપ્રીમના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન બાદ હવે સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશ અને વરીષ્ઠ જસ્ટિસ રોહિંટન ફલી નરીમને પણ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા અને સુપ્રીમને દખલ દેવા કહ્યું હતું. જસ્ટિસ નરીમાને વધુમાં કહ્યું હતું કે યોગ્ય રીતે કામ નહીં કરનારા ચૂંટણી પંચને સહન ના કરી શકાય. નાગરિકોનો મતદાનનો અધિકાર ગંભીર ખતરામાં છે.
પશ્ચિમ બંગાળમાં ૯૦ લાખ મતદારો મતદાનથી વંચીત રહી ગયા, જેમાંથી ૨૨ લાખ મતદારોએ અપીલ દાખલ કરી, બાકીના મતદારો અપીલ ના કરી શક્યા, આ એવા લોકો હશે કે જેઓ ગરીબીને કારણે ન્યાય સુધી નહીં પહોંચી શક્યા હોય. અપીલ કરનારા ૨૨ લાખ મતદારોમાંથી એક લાખ પર ચુકાદો આવ્યો, અને ૯૩ ટકા મામલામાં મતદારોની તરફેણમાં ચુકાદો આવ્યો, તેથી સ્પષ્ટ છે કે આ મતદારો કાયદેસર હતા છતા તેમને મતદાનથી દૂર રખાયા.
જસ્ટિસ નરીમાને ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે ભારતના નાગરિકોને મત આપવાથી ગેરકાયદે રોકવામાં આવ્યા જેથી સરકાર પોતાની ઇચ્છા મુજબનું ચૂંટણી પરિણામ મેળવી શકે, આવું આપણે પશ્ચિમ બંગાળમાં પણ જાેયું છે.
ચૂંટણી પંચના બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના ર્નિણયો સામે સવાલ ઉઠાવ્યા હતા, હવે આ મામલો બહાર આવી ગયો છે ત્યારે ત્રણેય ચૂંટણી કમિશનર એક થઇ ગયા છે. આ ખરેખર દેશ માટે બહુ જ નુકસાનકારક છે. લોકોનો મત આપવાનો અધિકાર આપણી લોકશાહીનું હ્ય્દય છે, લોકશાહી હાલ મોટા જાેખમમાં છે. મને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે દખલ આપશે. જસ્ટિસ રોહિંટન નરીમન ભારતના વરીષ્ઠ ન્યાયવીદ તેમજ પદ્મ વિભુષણ ફલી નરીમનના પુત્ર છે, રોહિંટન નરીમન તાજેતરમાં રાજકોટમાં રાજકુમાર કોલેજના એક કાર્યક્રમમાં આવ્યા હતા, જ્યાં તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું.




