તમિલનાડુમાં, NIAએ ગુરુવારે હિઝબુત-તહરિર (HUT) નેતા ફૈઝ-ઉલ-રહેમાનના ચેન્નાઈના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ફૈઝ-ઉલ-રહેમાનની મંગળવારે ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી. NIAએ રહેમાનના ઘરમાંથી ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને ગેરકાયદેસર વસ્તુઓ જપ્ત કરી છે.
આ સંગઠન અને તેની સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને પાકિસ્તાન આર્મીની મદદ મળી રહી હતી. આ સંગઠન સાથે જોડાયેલા શકમંદો કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા. આ શકમંદોનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં ઈસ્લામિક શાસન લાગુ કરવાનો હતો. જેના માટે તેઓ કાવતરું ઘડી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ તેમના એજન્ડાને પાર પાડવા માટે તમિલનાડુમાં પ્રચાર કરી રહ્યા હતા. આ સંગઠન યુવાનોને બ્રેઈનવોશ કરીને આઈએસ જેવા આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે તૈયાર કરી રહ્યું હતું.
HUT ને ગુરુવારે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું
1953માં જેરુસલેમમાં સ્થપાયેલ વૈશ્વિક ઈસ્લામિક જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને ગુરુવારે સરકાર દ્વારા પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે તેનો ઉદ્દેશ્ય જેહાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક રાજ્ય અને ખિલાફતની સ્થાપના કરવાનો છે.
આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાં એકત્ર કરવામાં આવતા હતા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે HUT નિર્દોષ યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને IS જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં સામેલ છે. HUT વિવિધ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ અને સુરક્ષિત એપ્સનો ઉપયોગ કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને નિર્દોષ યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહિત કરવા દાવા (આમંત્રણ) મીટિંગ્સનું આયોજન કરે છે.
આ પણ વાંચો – કોવિડ કૌભાંડની તપાસ કરશે SIT , કર્ણાટક સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય