
ગોરખપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો શહેરની સમસ્યા જણાવતા કાઉન્સિલર સાથે ભાજપ સાંસદ રવિ કિશનની તુ..તુ..મેં..મેં… રવિ કિશને કોર્પોરેટરને સપામાં જાેડાઈ ગયા છો શું? પૂછતાં, ત્રિપાઠીએ વળતો સવાલ કર્યો બસપામાં જાેડાઈ ગયા છો શું?
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણીબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાવાની સાથે કેટલાક ઘરો અને દુકાનો સુધી પણ પાણી પહોંચ્યું હતું. આ દરમિયાન બેટિયાહાતા વોર્ડના કોર્પોરેટર વિશ્વજીત ત્રિપાઠીએ શહેરની પાણીનિકાલની સમસ્યા અંગે સાંસદ રવિ કિશન સાથે ફોન પર વાત કરી હતી. જાેકે, વાતચીત દરમિયાન રાજકીય ટિપ્પણીને લઈને બંને વચ્ચે ચકમક થઇ હતી.
શનિવારે બપોરે વરસાદ વધતા ગોરખપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી અટકી અટકીને વરસાદ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં વિશ્વજીત ત્રિપાઠીએ સાંસદ રવિ કિશનને ફોન કરીને શહેરમાં જળબંબાકારની સ્થિતિ અંગે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન રવિ કિશને કોર્પોરેટરને સવાલ કર્યો કે, સપામાં જાેડાઈ ગયા છો શું? તેના જવાબમાં વિશ્વજીત ત્રિપાઠીએ પણ વળતો સવાલ કર્યો કે, સાંસદજી, બસપામાં જાેડાઈ ગયા છો શું? ત્યારબાદ ફોન પરની આ વાતચીત વાયરલ થઇ ગઇ હતી.
વિશ્વજીત ત્રિપાઠી અગાઉ સમાજવાદી પાર્ટીના ટિકિટ પર કોર્પોરેટરની ચૂંટણી જીતી ચૂક્યા છે. બાદમાં તેઓ ભાજપમાં જાેડાયા હતા. આ પૃષ્ઠભૂમિને કારણે વાતચીતમાં સપાનો ઉલ્લેખ થયો હોવાનું સામે આવ્યું છે. જાેકે, પાણીનિકાલની સમસ્યા અંગે થયેલી વાતચીતમાં રાજકીય ટકોર પણ જાેડાઈ ગઈ હતી. આ વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સપામાં જાેડાવા અંગેના સવાલ અને ત્યારબાદ કોર્પોરેટર દ્વારા બસપાનો ઉલ્લેખ કરતો જવાબ સંભળાય છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિશ્વજીત ત્રિપાઠીએ રામગઢતાલના મુખ્ય દ્વાર પાસેથી એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન રવિ કિશને પણ પોતાની લોકેશન રામગઢતાલ પાસે હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેટરે સવાલ કર્યો હતો કે જાે સાંસદ પણ ત્યાં હાજર હતા તો તેઓ દેખાયા કેમ નહીં.
બીજી તરફ રવિ કિશને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ગોરખપુરમાં વરસાદ બાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા ૪૮ કલાકથી સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પરના ખાડા અને પાણીબંબાકારની સમસ્યા સર્જાઈ છે. તેમના જણાવ્યા અનુસાર, નગર નિગમની ટીમો સ્થળ પર કામ કરી રહી છે અને ખાડાઓને ચિહ્નિત કરીને પ્રાથમિકતાના આધારે સમારકામ કરવામાં આવી રહ્યું છે. અન્ય એક પોસ્ટમાં રવિ કિશને જણાવ્યું કે તેમણે મેયર ડૉ. મંગલેશ શ્રીવાસ્તવ સાથે તારામંડલ સ્થિત ગોરક્ષ એન્ક્લેવ નજીક પાણીબંબાકારની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.




