
સંભલની શાહી જામા મસ્જિદ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મોકલવામાં આવેલા નવા સાઇનબોર્ડને કારણે, જેમાં મસ્જિદને તેના સામાન્ય નામને બદલે ‘જુમા મસ્જિદ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “મસ્જિદની બહાર પહેલા ASI બોર્ડ લગાવવામાં આવ્યું હતું પરંતુ કેટલાક લોકોએ તેને હટાવીને તેની જગ્યાએ ‘શાહી જામા મસ્જિદ’નું બોર્ડ લગાવી દીધું હતું. ASI દસ્તાવેજોમાં ઉલ્લેખિત ‘જુમા મસ્જિદ’ નામ મુજબ નવું બોર્ડ જારી કરવામાં આવ્યું છે,” ASIના વકીલ વિષ્ણુ શર્માએ પીટીઆઈને જણાવ્યું.
તેમણે કહ્યું કે મસ્જિદ પરિસરમાં આ જ નામનું વાદળી ASI બોર્ડ પહેલેથી જ અસ્તિત્વમાં છે. ASI એ હજુ સુધી નવા સાઇનબોર્ડના ઇન્સ્ટોલેશનના સમય વિશે કંઈ કહ્યું નથી.
તમને જણાવી દઈએ કે, સંભલની મુઘલ યુગની મસ્જિદ એક મોટા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે, કારણ કે એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે એક પ્રાચીન હિન્દુ મંદિરનું સ્થળ છે. ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ સંભલના કોટ ગરવી વિસ્તારમાં મસ્જિદ સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.
