
મમતાએ ભાજપ અને હોસ્પિટલ પર લગાવ્યા આરોપ અભિષેક બેનર્જી પર હુમલો, બંગાળનું રાજકારણ ગરમાયું હુમલા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના ર્નિણયને લઈને પૂર્વ મમતાએ આરોપો લગાવ્યા
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલાએ પશ્ચિમ બંગાળની રાજનીતિને ફરી ગરમાવી દીધી છે. હુમલા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના ર્નિણયને લઈને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ અને હોસ્પિટલના વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરતાં આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર હુમલો થવો અને ત્યારબાદ તેમની સારવારમાં ગૂંચવણ ઊભી થવી એ અત્યંત ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સુરક્ષા વ્યવસ્થા અને હોસ્પિટલની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા.
મમતા બેનર્જીએ જણાવ્યું કે, અભિષેક બેનર્જીને રાત્રે ૮:૧૫ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમને ITU માં લઈ જવામાં આવ્યા, અનેક મેડિકલ ટેસ્ટ અને સ્કેનની સલાહ આપવામાં આવી. ત્યારબાદ અચાનક તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. મમતા બેનર્જી પૂછ્યું, “જાે સારવારની જરૂર જ નહોતી તો પહેલા X-ray માં કેમ લઈ જવાયા અને કલાકો સુધી દેખરેખમાં કેમ રાખવામાં આવ્યા?”
ડોક્ટરોએ તપાસ દરમિયાન અભિષેક બેનર્જીના શરીર પર અનેક બ્લન્ટ ઈન્જરી જાેવા મળી હતી. ચહેરા, પીઠ, છાતી અને ગળા પર ઇજાઓ હતી. ડોક્ટરોએ ઠ-ટ્ઠિઅ અને સ્કેન કરવાની સલાહ આપી હતી જેથી ફ્રેક્ચર, આંતરિક રક્તસ્રાવ કે અંદરના અંગોને નુકસાન થયું છે કે નહીં તેની ખાતરી થઈ શકે. મમતા બેનર્જીએ કહ્યું કે, “જાે તેમના માથા પર હેલમેટ ન હોત તો તેમને ગંભીર ઇજા થાત. હેલમેટે તેમનો જીવ બચાવ્યો.” તેમણે આરોપ લગાવ્યો કે પથ્થરમારો અને શારીરિક હુમલાથી અભિષેક બેનર્જીને છાતીમાં ઇજા પહોંચી છે.
મમતાએ વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે પોલીસને આગોતરી જાણ હતી છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તેમણે દાવો કર્યો કે હિંસા ભડકાવવા માટે બહારના લોકોને લાવવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકીય હરીફાઈનો અર્થ હિંસા ન હોવી જાેઈએ. મતભેદોનો જવાબ હિંસા, ડર કે હથિયારોથી ન આપી શકાય. આ ઉપરાંત તેમણે ડોક્ટરો અને હોસ્પિટલ પ્રશાસન પર સારવાર અને ડિસ્ચાર્જ માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપો પર પણ ચિંતા વ્યક્ત કરી. મમતાએ કહ્યું કે, એડમિટ, ડિસ્ચાર્જ અને સારવારના તમામ ર્નિણય માત્ર ડોક્ટરોએ જ લેવા જાેઈએ.
તૃણમૂલ કોંગ્રેસે અભિષેક બેનર્જીની સારવાર વિશ્વસનીય ડોક્ટરો અને પરિવારના ડોક્ટરોની દેખરેખમાં ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે. મમતાએ જણાવ્યું કે, અભિષેક બેનર્જીને પહેલેથી જ આંખની સમસ્યા છે, તેથી તેમની ઇજાઓની વધુ ઊંડી તપાસ જરૂરી છે. આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ સહિત અનેક વિરોધી પક્ષના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે.



