
મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં મોટો ફેરફાર સૂયકુમાર યાદવ બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા બીમારીને કારણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે IPL 2026 ની ૮મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં મોટો ફેરફાર થયો છે. સૂર્યકુમાર યાદવને અચાનક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા આ મેચમાં રમી રહ્યો નથી. આ જાેઈને બધા ચોંકી ગયા છે. ત્યારે આ પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું. થઈ ગયા. સૂર્યકુમાર યાદવને ફક્ત આજની મેચ માટે મુંબઈ ઇન્ડિયન્સનું કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, કારણ કે નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા બીમારીને કારણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. પરિણામે હાર્દિક આ મેચ માટે ઉપલબ્ધ ન હોવાથી MI નું નેતૃત્વ કરવાની જવાબદારી સૂર્યકુમારને સોંપવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સ સામે ટોસ પછી બોલતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હાર્દિક પંડ્યાની તબિયત સારી નથી. તે સ્વસ્થ નથી અને તેથી તે આજની મેચમાં રમી રહ્યો નથી. તેથી આજે હું તેના સ્થાને કેપ્ટનશીપ કરી રહ્યો છું. KKR સામેની જીત અંગે બોલતા સૂર્યાએ કહ્યું કે જ્યારે તમે ૧૩ કે ૧૪ વર્ષ પછી તમારી પહેલી મેચ જીતો છો, ત્યારે તે ટીમમાં ઘણી સકારાત્મકતા પેદા કરે છે, અમે ચોક્કસપણે ખૂબ ખુશ છીએ, જાેકે આ મેદાન વાનખેડેથી તદ્દન અલગ છે.
સૂર્યકુમારે મુંબઈ ટીમમાં ત્રણ ફેરફારો કર્યા છે. ઓલરાઉન્ડર કોર્બિન બોશે ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું છે. દીપક ચહરને હાર્દિક પંડ્યાની જગ્યાએ તક આપવામાં આવી છે. વધુમાં મિશેલ સેન્ટનર અલ્લાહ ગઝનફરની જગ્યાએ ટીમમાં જાેડાયો છે. મુંબઈ છેલ્લી મેચમાં જીત બાદ આ ત્રણ ફેરફારો સાથે દિલ્હી સામે મેદાનમાં ઉતરી છે.
ટીમ : રોહિત શર્મા, રિયાન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બીન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રિત બુમરાહ.




