
બેટથી સૂર્યાનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય બન્યું સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર હવે સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે સિલેક્ટરની ધીરજ ખૂટી રહી છે : તેઓ આગામી સાયકલ માટે કંઈક નવું કરવા માંગે છે, જેની શરૂઆત આયર્લેન્ડમાં બેT20 મેચોથી થશે
ભારતનેT20 વર્લ્ડ કપ ૨૦૨૬નો ખિતાબ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર હવે સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. બેટથી સૂર્યાનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે.T20 વર્લ્ડ કપમાં પણ સૂર્યાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું, જ્યારે હવેIPL 2026 માં પણ તેમનું બેટ શાંત જાેવા મળી રહ્યું છે. ભારતીય કેપ્ટનના આ નિરાશાજનક પ્રદર્શનને જાેતા સિલેક્ટર તેમનાથી આગળ વધવા પર વિચાર કરી રહ્યા છે.IPL 2026 બાદ ભારત આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમશે. જ્યારે BCCI આ ટીમની જાહેરાત કરશે, ત્યારે બની શકે છે કે, ટીમ ઈન્ડિયાનેT20 ક્રિકેટમાં નવો કેપ્ટન મળે.
અહેવાલ અનુસાર, સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જવાનું કારણ તેમનું બેટિંગમાં ખરાબ પ્રદર્શન છે, સિલેક્ટરની ધીરજ હવે ખૂટી રહી છે. તેઓ આગામી સાયકલ માટે કંઈક નવું કરવા માંગે છે, જેની શરૂઆત આયર્લેન્ડમાં બેT20 મેચોથી થશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડમાં ૫ મેચ રમાશે. જાે છેલ્લી ઘડીએ તેમનો ર્નિણય નહીં બદલાય, તો શ્રેયસ અય્યર માત્રT20 ટીમમાં વાપસી જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ પરત ફરી શકે છે.
ભારત સામે ૨૦૨૮ વર્લ્ડ કપ અને તે જ વર્ષે યોજાનારી લોસ એન્જલસ (LA) ઓલિમ્પિક્સની તૈયારીઓ દરમિયાનT20 મેચોનું એક વ્યસ્ત કેલેન્ડર છે. અત્યારની પરિસ્થિતિ જાેતા, કેપ્ટન તરીકે સૂર્યા યુગનો હવે અંત થતો જણાય રહ્યો છે. હવે જાેવાનું બાકી રહેશે કે, સૂર્યા દેશ માટે એકમાત્ર ફોર્મેટમાં રમે છે, તેમાં એક બેટ્સમેન તરીકે ટીમની યોજનાઓમાં જળવાઈ રહે છે કે નહીં. જાે કે, ૩૫ વર્ષીય આ ખેલાડીએ વારંવાર આગામી બે વર્ષ સુધી કેપ્ટન પદે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ મુખ્ય ર્નિણય લેનારા લોકો તેના બેટિંગ પ્રદર્શનથી સંતુષ્ટ નથી.
BCCI અને ટીમ ઇન્ડિયાના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, સૂર્યકુમાર યાદવ તેની કાંડાની ઇજાની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યો છે અને દુખાવા તથા તકલીફ હોવા છતાં રમી રહ્યો છે.
ગત સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે રમ્યા ત્યારથી જ, સૂર્યકુમાર તેના જમણા કાંડા પર ભારે ટેપ લગાવીને બેટિંગ અને ફિલ્ડિંગ કરી રહ્યો છે. સાથે જ સૂર્યા એવી તમામ કસરતોથી બચી રહ્યો છે, જેનાથી કાંડા પર સીધું દબાણ આવતું હોય છે.
હવે જાેવાનું એ રહેશે કે સિલેક્ટર શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે પસંદ કરે છે કે નહીં. અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ IPL સીઝનમાં ફાઈનલ સુધી પહોંચ્યું હતું.IPL 2026 માં પણ અત્યાર સુધી તેનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે.



