
બાંગ્લાદેશે શ્રેણીની પહેલી મેચ ૮ વિકેટથી જીતી હતીઅગિયાર વર્ષ પછી પાકિસ્તાન બાંગ્લાદેશ સામે ODI શ્રેણી હાર્યું મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા ! અમ્પાયરે આપ્યો વાઈડ, બાંગ્લાદેશ લીધો રિવ્યુ અને સિરીઝ હારી ગયું પાકિસ્તાન રવિવારે શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશે ૧૧ રનથી જીત મેળવી હતી. તન્ઝીદ હસન તમીમ અને તસ્કિન અહેમદ બાંગ્લાદેશની જીતના હીરો રહ્યા હતા.
આ જીત સાથે યજમાન ટીમે ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. બાંગ્લાદેશે શ્રેણીની પહેલી મેચ ૮ વિકેટથી જીતી હતી.
ત્યારબાદ પાકિસ્તાને બીજી મેચમાં ડકવર્થ-લુઇસ નિયમના આધારે મેચમાં ૧૨૮ રનથી જીત મેળવી. પરિણામે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક બની. ત્રીજી વનડેની અંતિમ ઓવર દરમિયાન જાેરદાર ડ્રામા જાેવા મળ્યો. બાંગ્લાદેશે વાઇડ સામે ડીઆરએસ લીધો અને મેચ જીતી ગયું.
મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૧૪ રનની જરૂર હતી. બાંગ્લાદેશ માટે રિશાદ હુસૈન અંતિમ ઓવર ફેંકી રહ્યો હતો. તેણે પ્રથમ ચાર બોલમાં માત્ર ૨ રન આપ્યા. બે બોલ બાકી હતા ત્યારે પાકિસ્તાનને ૧૨ રનની જરૂર હતી. કેપ્ટન શાહીન આફ્રિદી સ્ટ્રાઈક પર હતો.
રિશાદે બોલ ફેંક્ય અને મેદાન પરના અમ્પાયરે તેને વાઈડ આપ્યો. જાે કે, રિશાદ અને લિટન દાસને લાગ્યું કે શાહીનનું બેટ બોલને સ્પર્શી ગયું છે. તેથી બાંગ્લાદેશે DRS લીધો. અલ્ટ્રાએજમાં પુષ્ટિ થઈ કે બોલ ખરેખર બેટને સ્પર્શી રહ્યો હતો. પરિણામે અમ્પાયરને પોતાનો ર્નિણય બદલવો પડ્યો અને પાકિસ્તાન કોઈ રન ના મળ્યો.
આ ઘટનાક્રમ સાથે જ પાકિસ્તાન મેચ હારી ગયું. છેલ્લા બે બોલમાં ૧૨ રનની જરૂર હતી, પરંતુ સેકન્ડ લાસ્ટ બોલ ડોટ રહ્યો. જેના કારણે પાકિસ્તાને છેલ્લા બોલ પર ૧૨ રનની જરૂર હતી, જે લગભગ અશક્ય હતું. છેલ્લા બોલે શાહીન આઉટ થયો, જેના કારણે પાકિસ્તાનનો દાવ સમાપ્ત થયો.
૧૧ વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે બાંગ્લાદેશે ODI શ્રેણીમાં પાકિસ્તાનને હરાવ્યું છે. બાંગ્લાદેશે છેલ્લી વખત ૨૦૧૫માં પાકિસ્તાન સામે ર્ંડ્ઢૈં શ્રેણી જીતી હતી. તેઓએ ઘરઆંગણે પાકિસ્તાનને હરાવ્યું હતું.




