First Indian to Score 12000 runs in T20 Cricket: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2024ની પ્રથમ મેચની શરૂઆતની ઓવરોમાં જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી હતી. વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સમાં 6 રનના આંકડાને સ્પર્શતાની સાથે જ T20 ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે. વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે. તેના પહેલા ક્રિસ ગેલ (14,562), શોએબ મલિક (13,360), કિરોન પોલાર્ડ (12,900), એલેક્સ હેલ્સ (12,319), ડેવિડ વોર્નર (12,065) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
ટી-20માં વિરાટ કોહલીનું આ પ્રદર્શન રહ્યું છે.
વિરાટ કોહલીએ કારકિર્દીની 377મી મેચની 360મી ઇનિંગમાં 12 હજાર રન પૂરા કર્યા. આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલીએ 41ની એવરેજ અને 133.42ની સ્ટ્રાઈક રેટથી 12000 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 8 સદી અને 91 અડધી સદી ફટકારી છે. 122 રન વિરાટ કોહલીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.વિરાટ કોહલીએ IPLમાં 237 મેચની 229 ઇનિંગ્સમાં 12 હજારમાંથી 7263 રન બનાવ્યા છે. જ્યારે ઈન્ટરનેશનલ ટી20માં વિરાટે 117 મેચમાં 4037 રન બનાવ્યા છે.
બીજા સૌથી ઝડપી 12 હજારી બન્યા
વિરાટ કોહલી T20માં સૌથી ઝડપી 12 હજાર રન પૂરા કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે. વિરાટે 360 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ક્રિસ ગેલે માત્ર 343 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી પછી ડેવિડ વોર્નર (368) ત્રીજા સ્થાને અને એલેક્સ હેલ્સ (432) ચોથા સ્થાને છે.
પ્રથમ મેચમાં 21 રનની ઇનિંગ રમી હતી
વિરાટ કોહલી IPL 2024ની પ્રથમ મેચમાં 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી મુસ્તાફિઝુર રહેમાનના બોલ પર મિડવિકેટ તરફ રચિન રવિન્દ્રના હાથે કેચ આઉટ થયો હતો. જો કે અજિંક્ય રહાણેએ શાનદાર રીતે કેચ લીધો પરંતુ બાઉન્ડ્રી પાર કરતા પહેલા તેને રવિન્દ્રના હાથમાં આપી દીધો.