
BCCI ને IPL ટીમના માલિકનો કડક સંદેશ.સાઉથ આફ્રિકા સામેની હાર બાદ પાર્થ જિંદાલ લાલઘૂમ.પાર્થ જિંદાલે X પર લખ્યું કે આ હાર ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે નિષ્ણાત રેડ-બોલ કોચની જરૂરિયાત દર્શાવે છે.દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમની 0-૨ ટેસ્ટ શ્રેણીની હારથી દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ૪૦૮ રનથી થયેલા શરમજનક પરાજય બાદ, હવે ટીમના સપોર્ટ સ્ટાફ અને પસંદગી નીતિ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પર BCCI ને સીધો સંદેશ મોકલ્યો, જેમાં ટીમની તૈયારીઓ અંગે કડક ટિપ્પણીઓ કરી.
પાર્થ જિંદાલે X પર લખ્યું કે આ હાર ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે નિષ્ણાત રેડ-બોલ કોચની જરૂરિયાત દર્શાવે છે. તેમણે કહ્યું, “ઘરે આવી હાર… મને યાદ નથી કે મેં છેલ્લી વાર આવી નબળાઈ ક્યારે જાેઈ હતી. જ્યારે આપણે રેડ-બોલ નિષ્ણાતને તક આપતા નથી ત્યારે આવું થાય છે. ટેસ્ટ ફોર્મેટમાં ટીમની સાચી તાકાત ખૂટે છે. ભારતે તાત્કાલિક ટેસ્ટ ક્રિકેટ માટે અલગ કોચની નિમણૂક કરવી જાેઈએ.” જિંદાલની ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે IPL ફ્રેન્ચાઇઝ માલિકો પણ વર્તમાન કોચિંગ સેટઅપ વિશે ચિંતિત છે.
હાર પછીની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કોઈ એક ખેલાડી પર આંગળી ચીંધી ન હતી. જાેકે, તેમના શબ્દો પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ કેપ્ટન ઋષભ પંતના “ગેલેરીને ખુશ કરતા શોટ”થી ખૂબ જ નારાજ હતો. ભારતે ૯૫/૧ પર સારી શરૂઆત કરી હતી, પરંતુ માર્કો જેન્સનના શાનદાર સ્પેલને કારણે સ્કોર ૧૨૨/૭ પર આવી ગયો. પંતે બિનજરૂરી આક્રમક શોટ રમીને પોતાની વિકેટ પણ ગુમાવી દીધી, જેનાથી મેચ સંપૂર્ણપણે દક્ષિણ આફ્રિકાના પક્ષમાં ગઈ.
ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આપણે એક શોટ માટે કોઈપણ ખેલાડીને દોષી ઠેરવી શકીએ નહીં. દરેક ખેલાડીની જવાબદારી હોય છે. આપણે રેડ-બોલ ક્રિકેટમાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે – પછી ભલે તે માનસિક, ટેકનિકલી હોય કે ટીમ માટે બલિદાનની દ્રષ્ટિએ. સૌથી મહત્વની બાબત એ છે કે ગેલેરી માટે ન રમવું.”
એક વર્ષમાં ઘરઆંગણે બીજી ટેસ્ટ શ્રેણીની હારથી ભારતની તાકાત પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ૩-૦ થી હરાવ્યું હતું, અને હવે દક્ષિણ આફ્રિકાએ પણ ક્લીન સ્વીપ હાંસલ કરી લીધી છે. આનાથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારતે હવે ટેસ્ટ ક્રિકેટ માટે અલગ કોચિંગ અને પસંદગી પ્રણાલી અપનાવવી જાેઈએ.




