
કેપ્ટન અજિંક્યા રહાણેએ જણાવ્યું હારનું કારણ બોલર્સમાં અનુભવ ઓછો હોવાથી KKR આ મેચમાં હારી ગઈ અમારી પાસે એક ઓછો અનુભવી બોલિંગ એટેક છે, આ બોલર્સ પણ ધીમે-ધીમે શીખી જશે : કેપ્ટન રહાણે IPL ૨૦૨૬ની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે થઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં જીત મેળવી હતી. આ મેચમાં KKR દ્વારા ૨૨૦ રન કરવામાં આવ્યા હતા અને MI દ્વારા ૨૨૪ રન કરી મેચ જીતવામાં આવી હતી. MI દ્વારા અંદાજે છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર ટુર્નામેન્ટની પહેલી મેચ જીતવામાં આવી છે.KKR દ્વારા ૨૨૦ રન કરવામાં આવ્યા છતાં એ કેમ હારી હતી એ એક સવાલ છે. આ પાછળનું કારણ અજિંક્ય રહાણે દ્વારા આપવામાં આવ્યું છે. તેના મુજબ બોલર્સમાં અનુભવ ઓછો હોવાથી KKR આ મેચમાં હારી ગઈ છે.
મેચ બાદની પ્રેઝન્ટેશન સેરેમનીમાં આ વિશે અજિંક્ય રહાણે કહે છે, ‘મને લાગ્યું કે ૨૨૦-૨૨૫ એક સારું ટોટલ છે. અમે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, પરંતુ અમારી પાસે એક ઓછો અનુભવી બોલિંગ એટેક છે. આ બોલર્સ પણ ધીમે-ધીમે શીખી જશે. મુંબઈ ઇન્ડિયન્સનું એક મજબૂત બેટિંગ લાઇન-અપ છે. આથી અમારા માટે શીખવા માટે આ એક સારો ચાન્સ હતો. વૈભવ, કાર્તિક અને મુબારબાની સિવાય IPL ફક્ત બે અનુભવી સ્પિનર્સ છે. જાેકે મારું માનવું છે કે મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ પણ ખૂબ જ સારી કરી હતી. અમારા બોલર્સ ચોક્કસ આ મેચથી શીખશે.’
પોતાની બેટિંગ વિશે વાત કરતાં અજિંક્ય રહાણે કહે છે, ‘હું હજુ પણ જવા છું. ફક્ત ૩૭ વર્ષનો છું અને મને લાગે છે કે હું હજી પણ રમી શકું છું. જાેકે હા મને થોડા ક્રેમ્પ્સ આવી રહ્યા છે. મુંબઈમાં ઘણી વાર આવું થાય છે કારણ કે અહીં હ્યુમિડિટી વધુ છે. જાેકે હું હમણાં જે રીતે બેટિંગ કરી રહ્યો છું એને લઈને ખૂબ જ ખુશ છું.’
ટીમની બોલિંગ વિશે વાત કરતાં અજિંક્ય રહાણે કહે છે, ‘મને એવું લાગે છે અને આશા પણ છે કે કેમેરોન ગ્રીન જલદી બોલિંગ શરૂ કરશે. તેની બોલિંગ શરૂ થવાથી કોમ્બિનેશનમાં ઘણો બદલાવ આવશે. આ સમયે અમારે બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે એટલે કે એવા લોકો હોવા જાેઈએ જે સારી બોલિંગ પણ કરી શકે. બેટિંગ માટે મેં કહ્યું કે અમે એ સારી કરી હતી, પરંતુ હવે અમારે એની સાથે બોલિંગમાં પણ બેલેન્સ જાળવવું પડશે. આથી ગ્રીન જ્યારે બોલિંગ શરૂ કરશે ત્યારે અમારી બોલિંગ કોમ્બિનેશન પણ સારી બની જશે.’




