
ટેસ્ટ ક્રિકેટમાં હાસિલ કર્યો કીર્તિમાન રિષભ પંતે રચ્યો ઈતિહાસ, ધોનીના રેકોર્ડની કરી બરોબરી તે એમએસ ધોની અને સૈયદ કિરમાણી બાદ વિકેટકીપર-બેટર તરીકે ૫૦ ટેસ્ટ મેચ રમનાર ત્રીજાે ભારતીય બન્યો ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા ઉતરેલા પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવતા પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના એક મહારેકોર્ડની બરોબરી કરી છે. મહત્વનું છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ નવા ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં ચાલી રહી છે.
નવા ચંદીગઢમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રિષભ પંતની ભારત માટે વિકેટકીપર-બેટર તરીકે ૫૦મી ટેસ્ટ છે. ૨૮ વર્ષીય પંત ધોની અને સૈયદ કિરમાણી બાદ વિકેટકીપર-બેટર તરીકે ૫૦ કે તેનાથી વધુ ટેસ્ટ મેચ રમનાર ભારતનો ક્રિકેટર બની ગયો છે. વિકેટકીપર-બેટર તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓમાં ધોની સૌથી ઉપર છે.
ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વર્ષ ૨૦૦૫મા ટેસ્ટ પર્દાપણ કર્યું હતું અને કુલ ૯૦ ટેસ્ટ મેચ વિકેટકીપર તરીકે રમી. એમએસ ધોનીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર ૨૦૧૪મા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી હતી. સૈયદ કિરમાણીએ ૧૯૭૬થી ૧૯૮૬ સુધી ભારત માટે વિકેટકીપર-બેટર તરીકે ૮૮ ટેસ્ટ મેચ રમી હતી. કિરમાણીએ તે ૮૮ ટેસ્ટ મેચમાં બે સદી અને ૧૨ અડધી સદીની મદદથી ૨૭૫૯ રન બનાવ્યા હતા.
પંત આ લિસ્ટમાં ૫૦ ટેસ્ટ મેચ રમનાર ત્રીજાે વિકેટકીપર બન્યો છે. વિકેટકીપર બેટર તકીરે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ આફ્રિકાના દિગ્ગજ માર્ક બાઉચરના નામે છે. બાઉચરે ૧૯૯૭થી ૨૦૧૨ સુધી સાઉથ આફ્રિકા અને ICC વર્લ્ડ XI માટે વિકેટકીપર તરીકે ૧૪૭ ટેસ્ટ મેચ રમી અને ૫૫૧૫ રન બનાવ્યા. પંત જાે અફઘાનિસ્તાન સામે આ ટેસ્ટ મેચ દરમિયાન ૭ સિક્સ ફટકારે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં એડમ ગિલક્રિસ્ટના સિક્સના મહારેકોર્ડને તોડી દેશે. સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૧૦૦ સિક્સ પુરી કરી લેશે. ઓસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટે ૯૬ ટેસ્ટ મેચમાં ૧૦૦ સિક્સ ફટકારી હતી.



