
આકાશ અંબાણી સાથેની મુલાકાત બાદ બદલ્યો ર્નિણય મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળવા શરૂઆતમાં તૈયાર નહોતો રોહિત શર્મા ટીમના ભવિષ્ય અંગે ચર્ચા બાદ નેતૃત્વની જવાબદારી સ્વીકારી, ૨૦૨૦ બાદના નબળા પ્રદર્શન અંગે પણ વ્યક્ત કરી નિરાશા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર રોહિત શર્માને ટીમની કમાન સોંપવાનો ર્નિણય કર્યો છે. જાેકે, કેપ્ટનશિપમાં વાપસી અંગે રોહિત શર્માએ મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે શરૂઆતમાં તે આ જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતો. પરંતુ ટીમના માલિક આકાશ અંબાણી સાથેની મુલાકાત અને ટીમના ભવિષ્ય અંગે થયેલી ચર્ચા બાદ તેણે પોતાનો ર્નિણય બદલી નાખ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા ખાસ ઇન્ટરવ્યૂમાં રોહિતે કેપ્ટનશિપમાં વાપસી પાછળની સમગ્ર વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે તે પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે આકાશ અંબાણીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ટીમના ભવિષ્ય અને આગામી યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
રોહિત શર્માએ જણાવ્યું હતું કે, આકાશ અંબાણી સાથેની મુલાકાત દરમિયાન તેને ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જાેકે, તે સમયે તેની પ્રતિક્રિયા હકારાત્મક નહોતી. તાજેતરના સમયમાં બનેલી ઘટનાઓને કારણે તે આ જવાબદારી સ્વીકારવા અંગે અસમંજસમાં હતો.
રોહિતે કહ્યું હતું કે, શરૂઆતમાં મને લાગ્યું કે હું આ ભૂમિકા માટે તૈયાર નથી. તેથી મેં તેમને જણાવ્યું કે હું ઘરે જઈને આ અંગે વિચાર કરીશ અને ત્યારબાદ મારો ર્નિણય જણાવીશ. જાેકે, અંતે મુંબઈ ઈન્ડિયન્સ સાથેના પોતાના જૂના સંબંધો અને ટીમ પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને તેણે ફરી એકવાર નેતૃત્વની જવાબદારી સ્વીકારવાનું નક્કી કર્યું હતું.
કેપ્ટનશિપ સ્વીકારવા પાછળનું કારણ જણાવતાં રોહિતે કહ્યું હતું કે, તેને અંદરથી એવું લાગ્યું કે ટીમને યોગ્ય દિશા અને માર્ગદર્શનની જરૂર છે. આ એવી ટીમ છે, જેને બનાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે અને સતત ૧૦ વર્ષ સુધી તેનું નેતૃત્વ કર્યું છે. રોહિતના મતે, મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો તેનો જૂનો સંબંધ અને ટીમ પ્રત્યેની જવાબદારીની ભાવનાએ તેને ફરી એકવાર આ પડકાર સ્વીકારવા પ્રેરિત કર્યો હતો. આથી તેણે ટીમની કમાન ફરીથી સંભાળવાનો ર્નિણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સના તાજેતરના પ્રદર્શન અંગે પણ રોહિત શર્માએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેના જણાવ્યા અનુસાર, મેદાન પર ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી હતી તેનાથી ખેલાડીઓ ખુશ નહોતા. આ નિરાશા માત્ર પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકવા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ટીમ અપેક્ષા મુજબનું ક્રિકેટ રમી શકતી નહોતી તે મુખ્ય ચિંતાનો વિષય હતો.
રોહિતે સ્પષ્ટ કર્યું હતું કે આ નિષ્ફળતા માટે કોઈ એક કે બે ખેલાડીઓને જવાબદાર ગણી શકાય નહીં. આ સમગ્ર ટીમની જવાબદારી હતી. વ્યાવસાયિક ક્રિકેટમાં આવો સમય કોઈપણ ટીમ પર આવી શકે છે, પરંતુ ખેલાડીઓએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જરૂરી છે. હવે રોહિત શર્માની ફરીથી કેપ્ટન તરીકે વાપસી બાદ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોમાં નવી આશા જાગી છે. આગામી IPL સિઝનમાં હિટમેનના નેતૃત્વ હેઠળ ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.




