RR vs MI: IPL 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ દરમિયાન દરેકની નજર રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર રહેશે. આ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ IPLનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે IPLમાં ખાસ સિદ્ધિ મેળવવાની ખૂબ નજીક છે.
યુઝવેન્દ્ર ચહલ પાસે ઈતિહાસ રચવાની તક છે
યુઝવેન્દ્ર ચહલ IPLનો સૌથી સફળ બોલર છે. આઈપીએલમાં અત્યાર સુધી કોઈ બોલરે તેના કરતા વધુ વિકેટ લીધી નથી. ચહલ 2013થી આઈપીએલમાં રમી રહ્યો છે. આઈપીએલમાં તે અત્યાર સુધી 152 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 199 વિકેટ પોતાના નામે કરી છે. તે હવે IPLમાં 200 વિકેટ પૂરી કરવાથી માત્ર 1 વિકેટ દૂર છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કોઈ બોલરે IPLમાં 200 વિકેટ લીધી નથી. આવી સ્થિતિમાં તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બનવાની ખૂબ નજીક છે.
IPL 2023માં યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન
યુઝવેન્દ્ર ચહલ માટે આઈપીએલની આ સીઝન અત્યાર સુધી ઘણી સારી રહી છે. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં 7 મેચ રમીને 12 વિકેટ લીધી છે. તે પર્પલ કેપની રેસમાં 12 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં માત્ર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ચહલથી આગળ છે. જસપ્રીત બુમરાહે 7 મેચમાં 13 વિકેટ લીધી છે. જ્યારે હર્ષલ પટેલે 8 મેચમાં 13 વિકેટ લીધી છે.