
પાકિસ્તાનના ડ્રામા પર સૂર્યકુમાર યાદવનો જવાબ ટીમે ક્યારેય પાકિસ્તાન સામે રમવા માટે ના પાડી નથી ટીમ ઇન્ડિયા આવી કોઈ પણ અનિશ્ચિતતાથી પ્રભાવિત થયા વગર પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી૨૦ વર્લ્ડકપ શરુ થવાનો છે, જાેકે તે પહેલા પાકિસ્તાનો ડ્રામા શરુ કરી દઈને ભારત સામેની મેચો રમવાનો ઇન્કાર કરી દીધો છે. ત્યારે આ મામલે ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે પાકિસ્તાને તડબાતોડ જવાબ આપ્યો છે. સૂર્યાએ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું છે કે, ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે અને ટીમે ક્યારેય પાકિસ્તાન સામે રમવાની ના પાડી નથી.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેના મુકાબલા અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને લઈને અમારું માઇન્ડસેટ બિલકુલ સાફ છે. અમે ક્યારેય તેમની સામે રમવાની મનાઈ કરી નથી, તેમણે જ રમવાનો ઇન્કાર કર્યો છે. અમારી ફ્લાઇટ્સ બુક છે અને અમે જઈ રહ્યા છીએ. પહેલા અમે અમેરિકા સામે રમીશું અને ત્યારબાદ અન્ય મેચો રમીને કોલંબો જઈશું.
ભારતીય કૅપ્ટનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના બહિષ્કારને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે. સૂર્યાના આ નિવેદનથી સાબિત થાય છે કે, ટીમ ઇન્ડિયા આવી કોઈ પણ અનિશ્ચિતતાથી પ્રભાવિત થયા વગર પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાન સિવાય નેધરલૅન્ડ, નામિબિયા અને અમેરિકાની ટીમો સામેલ છે. જાેકે, પાકિસ્તાને ભારત સામેની પોતાની લીગ મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે આ હાઇ-વોલ્ટેજ મુકાબલા પર સંકટના વાદળો ઘેરાયા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નક્વીએ ભારત સામે મેચો રમવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે બુધવારે (૪ ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તેમની ટીમ ૈંઝ્રઝ્ર મેન્સ ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. આમ પાકિસ્તાને ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરીને ટુર્નામેન્ટના નિયમોનો ભંગ કર્યો છે. પોતાની નબળાઈ છુપાવવા માટે શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું આગળ ધર્યું છે. એક તરફ તેઓ કહી રહ્યા છે કે, રમતગમતમાં રાજકારણ ન હોવું જાેઈએ અને બીજી તરફ પોતે જ રાજકીય કારણો આપીને મેચનો બહિષ્કાર કરી રહ્યા છે, જે તેમની બેવડી નીતિ છતી કરે છે. પાકિસ્તાન કેબિનેટને સંબોધતા શરીફે આ વિચિત્ર ર્નિણયને યોગ્ય ગણાવ્યો હતો.




