Tech News: દેશ વિદેશમાં વોટ્સએપના કરોડો યૂઝર્સ છે. વોટ્સએપથી તમને હજારો કિલોમીટર દૂર બેઠેલા લોકો સાથે સંપર્ક સાંધવો સરળ બની જાય છે. વોટ્સએપ સમયાંતરે નીત નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. આ બધા વચ્ચે કંપનીએ એક ખાસ ફીચરની જાહેરાત કરી છે. હવે એપમાં ફોટો શેર કરવા એ પહેલા કરતા વધુ સરળ બની જશે. હાલના સમયમાં જ્યારે આપણે કોઈની સાથે ફોટો શેર કરીએ છીએ તો સૌથી પહેલા ચેટમાં આપેલા Attach બટન પર ક્લિક કરીએ છીએ. WABetaInfo ના એક રિપોર્ટ મુજબ વોટ્સએપ એક નવા ફીચરને રજૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે જે યૂઝર્સને પોતાના કોન્ટેક્સ સાથે પહેલા કરતા વધુ સરળ રીતે ફોટો શેર કરવામાં મદદ કરશે.
આ હશે નવું ફીચર!
રિપોર્ટ મુજબ યૂઝર્સે ફક્ત એટેચ ફાઈલ બટનને થોડીવાર સુધી દબાવી રાખવાનું રહેશે અને તે તેમને સીધા તેમની ફોટો ગેલેરીમાં લઈ જશે. તેનાથી યૂઝર્સનો ફોટો ગેલેરી સિલેક્ટ કરવાનો સમય બચી જશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ ફીચર કેટલાક યૂઝર્સ માટે પહેલેથી શરૂ થઈ ગયું છે અને જલદી અન્ય યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવાયા તેવી શક્યતા છે. જો કે તમને જણાવી દઈએ કે વોટ્સએપે હાલ તો આ અંગે કોઈ પણ પ્રકારની અધિકૃત માહિતી આપી નથી.
Unseen સ્ટેટસનું નોટિફિકેશન
આ ઉપરાંત WABetaInfo ના રિપોર્ટ મુજબ મેટાના સ્વામિત્વવાળી વોટ્સએપ એપ યૂઝર્સને નવા સ્ટેટસ અપડેટ અંગે એલર્ટ કરવા એડિશનલ ફીચર રજૂ કરી રહી છે. વોટ્સએપ હાલમાં એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે કે જે યૂઝર્સને તેમના કોન્ટેક્ટના નવા unseen સ્ટેટસ અપડેટ અંગે એલર્ટ કરશે. જેને એપના આવનારા અપડેટમાં સામેલ કરવામાં આશે. આ કેસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે એલર્ટ ત્યારે મળે જ્યારે યૂઝર કોઈ સ્ટેટસમાં મેન્શન કરવામાં આવ્યો હોય અને તેણે તે સ્ટેટસને જોયું ન હોય.