• જીમેલ એકાઉન્ટ દ્વારા જ જાણી શકશો મોકલેલો મેઈલ વાંચ્યો છે કે નહીં
• જીમેલ પર જ જવાબ મળશે
• મેલ ટ્રેક એક્સટેન્શન ટાઈપ કરવું પડશે
ગૂગલની તમામ એપ્લીકેશનો પોતાની રીતે ખાસ છે. ગૂગલની એપ્લીકેશનનો ઉપયોગ કરતા પહેલા, જો તમે તેના વિશે થોડું જાણી લો,તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. હવે હું તમને જીમેલ વિશે કહું શું તમે જાણો છો કે જીમેલમાં પણ અન્ય એપ્લીકેશનની જેમ આ ફીચર છે જેથી કરીને તમારો મેઈલ વાચ્યો કે કેમ તે જાણી શકાય. ચાલો તમને જણાવીએ
સોશિયલ મીડિયા જેવા ફીચર
વોટ્સએપ હોય કે ફેસબુક,ઇન્સ્ટા હોય કે ટેલિગ્રામ. જો તમે કોઈપણ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ પર મેસેજ મોકલો છો, તો તમે જાણી શકો છો કે મેસેજ ગયો છે અને હવે તે વાંચવામાં આવ્યો છે. પરંતુ જીમેલમાં એવું કયું ફીચર છે કે જેનાથી જાણી શકાય કે મેઈલ વાંચવામાં આવ્યો છે. ખરેખર, તમને જીમેલ પર જ જવાબ મળશે. જીમેલ યુઝર્સ તેમના જીમેલ એકાઉન્ટ દ્વારા જ જાણી શકે છે કે તેમણે જેમને મેઈલ મોકલ્યો છે તેણે વાંચ્યો છે કે નહીં.
આ ટ્રીક અજમાવો
જો તમે પણ જીમેલ પર આ ટ્રિક જાણવા માંગતા હોવ તો ચાલો તમને જણાવીએ કે શું કરવું. સૌથી પહેલા તમારે ગૂગલ પર જવું પડશે અને ત્યાં મેલ ટ્રેક એક્સટેન્શન ટાઈપ કરવું પડશે. ત્યારબાદ તમારી સામે એક પેજ આવશે જેમાં તમારે તમારા Google એકાઉન્ટની માહિતી ભરવાની રહેશે. પછી તમારે મેઇલ ટ્રેકની ઍક્સેસ આપીને આગળ વધવું પડશે મેલ ટ્રેક એડ કર્યા પછી, તમારે સ્માર્ટફોન પર Gmail પર જવું પડશે ત્યાં તમારે ક્રિએટ મેઇલ જવું પડશે અને મોકલતા પહેલા સેન્ડ બટનની બાજુના મેનૂ પર ક્લિક કરવું પડશે. અહીં ડ્રોપ ડાઉન મેનુમાં Insert from Mailtrack નો વિકલ્પ દેખાશે. અહીં ક્લિક કર્યા પછી ઈમેલ ટ્રેક સિલેક્ટ કરવાનો રહેશે અને તમારી સર્વિસ શરૂ થઈ જશે. તમે Mailtrack ના ડેશબોર્ડ પર જઈને તમારા મેઈલને ટ્રેક કરી શકો છો. તેને ટ્રેક કરવા માટે તમારે મેઇલનો જવાબ પણ આપવો પડશે.