
સાને તાકાઈચીના નામને મંજૂરી.૧૪૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જાપાનમાં કોઈ મહિલા વડાપ્રધાન બનશે.તાકાઈચીનાએ શિંજિરોને કાંટાની ટક્કરમાં હરાવી દીધા.જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીનાને પસંદ કર્યા છે. તાકાઈચીનાએ કૃષિ મંત્રી શિંજિરો કોઈઝુમીને કાંટાની ટક્કરમાં હરાવી દીધા છે. આ જીત સાથે તાકાઈચીનાનો દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. સંસદમાં આગામી અઠવાડિયે થનારા મતદાનમાં LDP-કોમેઈતો ગઠબંધનને બહુમતી મળતાં તેમની નિમણૂક નિશ્ચિત માનવામાં આવી રહી છે.
પ્રથમ રાઉન્ડના મતદાનમાં તાકાઈચીનાને ૧૮૩ અને કોઈઝુમીને ૧૬૪ મત મળ્યા. પરંતુ કોઈને પણ સંપૂર્ણ બહુમતી ન મળતા તાત્કાલિક બીજા રાઉન્ડના રનઓફનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાકાઈચીનાએ જીત પ્રાપ્ત કરી. આ ર્નિણય એલડીપીના સાંસદો અને લગભગ દસ લાખ નોંધાયેલા સભ્યોના મતોના આધારે થયો. એલડીપીના કુલ પાંચ ઉમેદવારોને આ ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં બે વર્તમાન મંત્રીઓ અને ત્રણ પૂર્વ મંત્રી સામેલ હતા.
શરુઆતના રાઉન્ડમાં પ્રમુખ દાવેદારોમાં તાકાઈચીના, કોઈઝુમી અને મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હાયાશીનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું.
તાકાઈચીના પાર્ટીના અલ્ટ્રા-રૂઢિચુસ્ત જૂથમાંથી આવે છે. જાે તેઓ ઑક્ટોબરના મધ્યમાં સંસદીય મતદાનમાં બહુમતી મેળવે છે, તો તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બની જશે. બીજી તરફ તેમના હરીફ કોઈઝુમી જાે ચૂંટાય, તો તેઓ એક સદી કરતાં વધુ સમયમાં જાપાનના સૌથી યુવા વડાપ્રધાન બનશે.
જુલાઈમાં થયેલી સંસદીય ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક હારની જવાબદારી લેતા વર્તમાન વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ સપ્ટેમ્બરમાં રાજીનામું આપી દીધું હતું. ઈશિબાએ ઑક્ટોબર ૨૦૨૪માં પદ સંભાળ્યું હતું, પરંતુ ઉપલા અને નીચલા ગૃહોમાં ગઠબંધન દ્વારા બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીમાં વધતા અસંતોષને કારણે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું. તાજેતરના સમયમાં ન્ડ્ઢઁને સતત ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો છે અને સંસદના બંને ગૃહોમાં લઘુમતીમાં પહોંચી ગઈ છે. હવે પાર્ટી એવા નેતાને સામે લાવવા માગે છે જે જનતાનો વિશ્વાસ પાછો મેળવી શકે અને વિપક્ષના સહયોગથી નીતિઓને લાગુ કરી શકે.
