
દેવાનો બોજ અને ચૂંટણીથી ટ્રમ્પ સરકાર સામે નવો પડકાર અમેરિકામાં શટડાઉનનું સંકટ, ટ્રમ્પની મુશ્કેલી વધી ICICI બેન્કના અહેવાલમાં શટડાઉન અને દેવાની મર્યાદાને લઈને ટકરાવની આશંકા વ્યક્ત કરાઈ
અમેરિકામાં વચગાળાની ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની સરકાર માટે નવી મુશ્કેલી સજાર્ી છે. ICICI બેન્કના અહેવાલ પ્રમાણે જાે ડેમોક્રેટ્સે સંસદના બે ગૃહમાં બહુમતી હાંસલ કરવા માટે સરકારની નીતિઓ પર દેખરેખ તથા પ્રશ્ન-જવાબ વધી શકે છે.તેનાથી કંપની માટે ટેરિફ અને વ્યાપાર સાથે સંકળાયેલ અનિશ્ચિતતા બની શકે છે. અહેવાલમાં અમેરિકામાં સરકારી કામકાજ બંધ થવા તથા દેશના દેવાને લઈ મર્યાદાને લઈ ટકરાવની આશંકા વ્યક્ત કરી છે.ICICI બેંકના અહેવાલ પ્રમાણે ડેમોક્રેટ્સને US કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવવાની ૬૩ ટકા શક્યતા છે. અહેવાલમાં વ્યક્તિગત ચેમ્બરમાં તેમની જીતની શક્યતા નીચે મુજબ આપવામાં આવી છે: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જીતની ૯૦.૯ ટકા શક્યતા, સેનેટમાં જીતની ૬૪ ટકા શક્યતા અને એકંદરે બંને ગૃહોમાં જીતની ૬૩ ટકા શક્યતા છે.અહેવાલ પ્રમાણે ડેમોક્રેટ્સે જીત અગાઉ ટ્રમ્પ સરકારની વર્તમાન ટેરિફ વ્યવસ્થા આપમેળે જ ખતમ નહીં થાય. ડેમોક્રેટ્સ કેટલાક ટેરિફની સમીક્ષા કરવા અથવા રાષ્ટ્રપતિની ટેરિફ લગાવવાની શક્તિને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરી શકે છે. જાેકે તેમાં મુશ્કેલ આવી શકે છે, કારણ કે રાષ્ટ્રપતિ કોઈ કાયદાકીય વિટો કરી શકે છે. આ ઉપરાંત તેની પાસે કેટલાક એવા અધિકાર પણ છે જે અંતર્ગત ટેરિફ લગાવી શકે છે.




