
કેજરીવાલને મોટો ઝટકો.પીએમ મોદીની ડિગ્રી કેસમાં હવે ચાલશે માનહાનિનો કેસ.કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે PM ના ડિગ્રી કેસમાં હવે આપના બંને નેતાઓ સામે માનહાનિ કેસ ચાલશે.પીએમ મોદીના ડિગ્રી કેસમાં આપના નેતા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હવે બંને નેતાઓ સામે માનહાનિનો કેસ ચાલશે, એટલું જ નહિ, આપના નેતા સંજયસિંહ સામે અલગ કેસ ચલાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટે ગત મહિને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કેજરીવાલે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ અમદાવાદ શહેર સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપાલ જજ મનીષ પ્રદ્યુમન પુરોહિત દ્વારા આપવામાં આવેલા આદેશને પડકાર્યો હતો. જેમાં તેઓએ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટના આરોપીઓ સામે કેસ અલગ કરવાની તેમની અરજીને ફગાવી દેવાના આદેશને રદ કરવા માટે તેમની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.સાથે જ છછઁ નેતા સંજય સિંહ સામે કેસ ચલાવવાથી અરજદારના કેસને અલગ કરવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. કારણ કે બંને ઘટનાઓને એક સાથે જાેડીને એક જ ફરિયાદમાં કેસ ચલાવવા ન્યાયના હિતમાં નહીં હોય. સેશન્સ કોર્ટ સમક્ષ કેજરીવાલે દલીલ કરી હતી કે બંને આરોપીઓ સામે એકસાથે કેસ ચલાવી શકાય નહીં. એવી દલીલ કરવામાં આવી હતી કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અરજીનો અસ્વીકાર ગેરકાયદેસર હતો. કારણ કે બંને આરોપીઓ સામેના વ્યવહારો અને આરોપો અલગ અને અલગ છે.



