
બે કલાકની ટ્રીટમેન્ટ માટે હવે લાગશે બે મિનિટ.સ્પેસ સ્ટેશન પર શોધવામાં આવી કેન્સરની નવી ટ્રીટમેન્ટ.કેન્સરના દર્દીઓ માટે આ સમાચાર ખૂબ જ સારા છે.ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વિજ્ઞાનીઓ દ્વારા કેન્સરની નવી ટ્રીટમેન્ટ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને એમાં તેમને સફળતા પણ મળી છે. નાસા અને દવા બનાવતી કંપની મર્કની ટીમે સ્પેસમાં પ્રોટીન ક્રિસ્ટલ ગ્રોથ પર સ્ટડી કરી હતી. એના દ્વારા કેન્સરની દવા માટેની એક નવી શોધ થઈ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ૨૦૨૫ની સપ્ટેમ્બરમાં આ ઇન્જેક્શનને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. દર્દીએ હવે બે કલાકની ઇન્ફ્યુઝનની ટ્રીટમેન્ટની જગ્યાએ ફક્ત બે મિનિટમાં આ ઇન્જેક્શન લેવાનું રહેશે. કેન્સરના દર્દીઓ માટે આ સમાચાર ખૂબ જ સારા છે. આ દવાને કારણે દર્દીનો ઇલાજ કરવું ખૂબ જ સરળ, ઝડપી અને સસ્તુ થઈ ગયું છે.
મર્ક કંપનીની આ નવો ઇલાજ દવા પેમ્બ્રોલિઝુમાબનું સબક્યુટેનિયસ ઇન્જેક્શનનું સ્વરૂપ છે. આ દવા ઇમ્યુનોથેરાપીમાં આવે છે. કેટલાક ખાસ પ્રકારના કેન્સરમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં લંગ કેન્સરનો પણ સમાવેશ થાય છે.
દર્દીએ પહેલાં હોસ્પિટલ અથવા તો દવાખાનામાં જવું પડતું હતું. એમાં નસમાં ઇન્ફ્યુઝન (IV ડ્રિપ) દ્વારા દવા આપવામાં આવતી હતી. આ માટે એક-બે કલાકનો સમય લાગતો હતો. જાેકે એમાં પણ વિવિધ શોધ કરવામાં આવતાં એ માટે હવે ૩૦ મિનિટનો સમય લાગતો હતો.
ચામડીની નીચે એટલે કે સબક્યુટેનિયમાં એક ઇન્જેક્શન આપવાનું રહેશે. આ ઇન્જેક્શન આપવા માટે એકથી બે મિનિટનો સમય લાગે છે. આ ઇન્જેક્શન દર ત્રણ અઠવાડિયામાં એક વાર લેવાનું રહેશે. એમાં દર્દીનો સમય બચી જશે. હોસ્પિટલનો ખર્ચ પણ બચી જશે અને જીવનશૈલી પણ સારી રહેશે. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ખૂબ જ ઓછું હોય છે અને એથી જ એને માઇક્રોગ્રેવિટી કહેવામાં આવે છે. પૃથ્વી પર ગ્રેવિટીને કારણે ક્રિસ્ટલ બનાવતી વખતે ખૂબ જ સમસ્યા આવે છે. ક્રિસ્ટલ નાના, ઓછી ગુણવત્તાવાળા અને અલગ-અલગ સાઇઝના બને છે. જાેકે સ્પેસમાં એક મોટા, એક સમાન અને સારી ગુણવત્તાવાળા બને છે. એનાથી વિજ્ઞાનીઓ દવાના અણુઓની સંરચનાને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. મર્ક કંપની ૨૦૧૪થી સ્પેસમાં રિસર્ચ કરી રહી છે. તેમણે મોનોક્લોનલ એન્ટીબોડી એટલે કે લેબમાં બનાવવામાં આવેલા પ્રોટીન શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે એને સ્પેસમાં ઉગાડી છે. આ ક્રિસ્ટલથી ખબર પડી કે દવાના કણોના સૌથી સારા આકાર અને સંરચના શું હોવી જાેઈએ. જેથી કરીને એને સરળતાથી ઇન્જેક્શનના સ્વરૂપમાં આપી શકાય. આ રિસર્ચ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની નેશનલ લેબોરેટરીના સપોર્ટથી શક્ય બન્યું છે. નાસા સ્પેસ સ્ટેશનને ખાનગી કંપનીઓ અને વિજ્ઞાનીઓ માટે હંમેશાં ખુલ્લું રાખે છે, જેથી માઇક્રોગ્રેવિટીનો ફાયદો ઉઠાવીને નવી શોધ કરી શકાય.




