ચીનના હેકર્સે વિશ્વના ઘણા દેશોમાં સાયબર હુમલા કર્યા છે. હવે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ વચ્ચે, એવા સમાચાર છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સના ફોનને નિશાન બનાવવામાં આવ્યા છે.ચીની હેકર્સ હવે અમેરિકાના ટોચના નેતાઓના ડેટાને નિશાન બનાવવા માંગે છે. ચીનના હેકર્સે રાષ્ટ્રપતિ જો બિડેનના વરિષ્ઠ અધિકારીઓને પણ નિશાન બનાવ્યા હતા.
આ અઠવાડિયે અમેરિકન અધિકારીઓએ માહિતી આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સ પણ એવા લોકોમાં સામેલ હતા જેમના ફોનને ચાઈનીઝ હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. ટ્રમ્પના પ્રચાર પ્રવક્તા સ્ટીવ ચ્યુંગે કહ્યું કે કમલા હેરિસ ચીનને પ્રોત્સાહિત કરનાર છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે હેકર્સ કોઈ માહિતી કાઢવામાં સફળ થયા છે કે નહીં. રિપોર્ટ અનુસાર વર્તમાન અને પૂર્વ અધિકારીઓના ફોન હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શુક્રવારે એફબીઆઈ અને યુએસ સાયબર સિક્યોરિટી એજન્સીએ કહ્યું કે યુએસ સરકાર તપાસ કરી રહી છે કે શું ચીન તરફથી અમેરિકાના કોમર્શિયલ ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં દખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીઆઈએસએ અને એફબીઆઈએ પણ સંબંધિત કંપનીઓને નોટિસ પાઠવી છે અને તેમને ટેકનિકલ સુધારા કરવા જણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સના ફોન હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક મહિનાઓથી ચીનના હેકર્સ અમેરિકન કંપનીઓમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ અમેરિકાની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માંગે છે. ચીનની સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીન, ઈરાન અને રશિયા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો – વિશ્વમાં ઓનલાઈન જુગારથી સૌથી વધુ પ્રભાવિત ટીનેજરો,આત્મહત્યા અને ઘરેલું હિંસાએ વધારી ચિંતાઓ