
બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનું ડિફેન્સ બજેટ પહેલી વખત આટલું થયું.ચીનનો ભય વધતાં જાપાને ડિફેન્સ બજેટ વધારી ૫૮ અબજ ડોલર કર્યુ.જાપાને મિસાઇલ સિસ્ટમ વધુ અત્યાધુનિક બનાવી અને ઇઝરાયેલના ગોલ્ડન ડોમ જેવી સિસ્ટમ પણ વિકસાવશે.ચીનના વધતા જતાં ભયના કારણે જાપાને પણ બુદ્ધનો માર્ગ છોડીને ખાંડા ખખડાવવા માંડયા છે. જાપાનની કેબિનેટે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ૯ ટ્રિલિયન યેન (૫૮ અબજ ડોલર)ના ડિફેન્સ બજેટને મંજૂરી આપી છે. આ બજેટ રૂપિયામાં ૫.૨૫ લાખ કરોડ જેટલું થાય છે. ૨૦૨૬ના ડ્રાફ્ટ બજેટમાં એપ્રિલ ૨૦૨૫ની તુલનાએ ૯.૪ ટકાનો વધારો દર્શાવાયો છે. આમ જાપાને સળંગ ચોથા વર્ષે તેના ડિફેન્સ બજેટમાં વધારો કર્યાે છે. જાપાન તેના સંરક્ષણ ખર્ચ જીડીપીના બે ટકા લઈ જવા માંગે છે. જાપાનના વડાપ્રધાન પદે તાકાઇચીએ સત્તા સંભાળ્યા પછી જણાવ્યું છે કે ચીન જાે તાઇવાન પર હુમલો કરશે તો અમે ચોક્કસ તેની મદદે જઇશું. તેની સાથે તેમણે જાપાની સમુદ્ર વિસ્તારની જાેડે ચીનની વધતી જતી લશ્કરી પ્રવૃત્તિને જાેખમી ગણાવી હતી. ભારતનું સંરક્ષણ બજેટ અંદાજે સાત લાખ કરોડન્ એટલે કે ૮૧ અબજ ડોલરનું છે. જાપાન ટૂંક સમયમાં ડિફેન્સ બજેટમાંે ભારતની લગોલગ પહોંચી જઈ શકે. અમેરિકા દ્વારા લશ્કરી ખર્ચમાં વધારો કરવાના દબાણને લઈને તાકાઇચી સરકારે માર્ચ સુધીમાં જીડીપીના બે ટકા સુધીનો લશ્કરી ખર્ચ હાંસલ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. આમ તેઓ નિયત લક્ષ્યાંકને બે વર્ષ પહેલાં જ હાંસલ કરવા માંગે છે.
જાપાન તેના લશ્કરને મજબૂત બનાવવા ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં તેની સુરક્ષા અને સંરક્ષણ નીતિમાં પણ ફેરફાર કરવાનું આયોજન ધરાવે છે.જાપાન હવે પોતે જ લાંબી રેન્જના મિસાઇલો વિકસાવી રહ્યુ છે, આમ તેણે બીજા વિશ્વયુદ્ધ પછી પોતાના પર લાદેલું સ્વનિયંત્રણ ચીનના ડરના કારણે છોડયું છે. જાપાનની વર્તમાન સુરક્ષા વ્યૂહરચના મુજબ ૨૦૨૨માં ચીનને દેશની સામેનો સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર ગણાવ્યો હતો. જાપાનનું લશ્કર અમેરિકાના સહયોગમાં હવે વધુને વધુ પ્રમાણમાં આક્રમક ભૂમિકા અદા કરવાની તૈયારી કરી રહ્યું છે.જાપાને તેની મિસાઇલ ક્ષમતા વિસ્તારવા માટે જ ૯૭૦ અબજ યેન એટલે કે ૬.૨ અબજ ડોલર ફાળવ્યા છે. માર્ચમાં તેની પ્રથમ બેચ સરહદ પર ગોઠવાઈ પણ જશે. જાપાનના અપગ્રેડેડ કરાયેલા મિસાઇલ ટાઇપ-ટુની રેન્જ ૧૦૦૦ કિ.મી.ની છે. આ ઉપરાંત જાપાન ઇઝરાયેલના ગોલ્ડન ડોમ જેવી સિસ્ટમ શીલ્ડ ૨૦૨૮ સુધીમાં તૈયાર કરવા આયોજન કરી રહ્યું છે. તેમા સર્વેલન્સ માટે અનમેન્ડ એર, સી સરફેસ અને અંડર વોટર ડ્રોન ગોઠવવામા આવશે અને વળતો જવાબ આપતી પ્રણાલિ પણ હશે. તેના પાછળ જાપાન ૧૦૦ અબજ યેન એટલે ક ૬૪ કરોડ ડોલર ખર્ચશે. ચીનના વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે નવા પીએમના નેતૃત્વમાં જાપાન શાંતિપૂર્ણ વિકાસનો માર્ગ છોડીને જાેખમી દિશામાં આગળ વધી રહ્યું છે.




