બેરૂતમાં હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ હસન નરસુલ્લાહના મોતની જાહેરાત કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે હસ નસરાલ્લાહ હવે દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં.
ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્કીના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ઇઝરાયેલની વાયુસેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. એવું કહેવાય છે કે આ હેડક્વાર્ટર એક રહેણાંક મકાનની નીચે ભૂગર્ભ હતું.
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે નસરાલ્લાહનું મૃત્યુ થયું છે. ઉત્તર ઈઝરાયેલમાં હિઝબુલ્લાહના રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે લેબનોનમાં પણ ડઝનબંધ સ્થળોએ હુમલા કર્યા હતા.
ઇઝરાયેલે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહની જગ્યાઓ પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહ ઝીફની પુત્રીનું પણ મોત થયું હોવાના અહેવાલ છે.