
કહ્યું- ‘હું મારી માતાની સોગંધ ખાઈને કહું છું કે…’અમેરિકાના હુમલા બાદ હવે માદુરોના પુત્ર મેદાને આવ્યા.‘ઈતિહાસ બતાવશે કે, ગદ્દાર કોણ છે, ઈતિહાસ તેનો ખુલાસો કરશે અમે તેને જાેઈશું : પુત્ર ગુએરા.વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ પુત્ર ગુએરાએ વિરોધીઓને આકરા શબ્દોમાં ચેતવમી આપી છે. ગુએરાએ કહ્યું કે, ‘ઈતિહાસ બતાવશે કે ગદ્દાર કોણ છે. વેનેઝુએલાના કેટલાક લોકોએ દગો આપ્યો છે, જેમને આગામી સમયમાં ખુલ્લો પાડી ન્યાય કરીશું.’
માદુરોના પુત્ર ગુએરાનો સોશિયલ મીડિયા પર ઓડિયો સંદેશ વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું છે કે, ‘ઈતિહાસ બતાવશે કે, ગદ્દાર કોણ છે. ઈતિહાસ તેનો ખુલાસો કરશે અમે તેને જાેઈશું. અમે ઠીક છીએ, શાંત છીએ. અમે રસ્તાઓ પર આવીને વિરોધ કરીશું. વિરોધીઓ અમને નબળા પાડવા માંગે છે. અમે સમ્માન અને ગરિમાના ઝંડા લહેરાવીને રહીશું. આ પરિસ્થિતિના કારણે અમને દુ:ખ થયું છે, અમને ગુસ્સો આવ્યો છે, પરંતુ હવે તેઓ ફરી આવું નહીં કરી શકે. આવી કાર્યવાહી સામે ધિક્કાર છે. હું મારું જીવન અને મારી માતાની કસમ ખાઉં છું, હવે તેઓ ફરી આવું નહીં કરી શકે..
માદુરોના પુત્રએ કહ્યું કે, તેમણે એકતા મજબૂત કરવા માટે તેમના સમર્થકોને ચાર અને પાંચમી જાન્યુઆરીએ જાહેર આંદોલનમાં ભાગ લેવા આહવાહન કર્યું છે. ગુએરાએ અમેરિકાની કાર્યવાહીની નિંદા કરી કહ્યું કે, આપણે બહારના આક્રમણોને જવાબ આપવા માટે રાજકીય અને સૈન્ય વચ્ચે સંકલન ઉભુ કરવાની જરૂર છે. તેમણે પિતા મદારોને કસ્ટડીમાંથી મુક્ત કરવા અને તેમને વેનેઝુએલા પરત મોકલવા અમેરિકાની માંગ કરી છે. માદુરો ગુએરા લા ગુએરા રાજ્યના લોમેકર છે અને તેઓ સત્તાધારી યુનાઈટેડ સોશલિસ્ટ પાર્ટી (ઁજીેંફ)ના સભ્ય પણ છે. અમેરિકાની યાદીમાં ધ પ્રિન્સના નામથી જાણિતા ગુએરાનું નામ સામેલ છે. વેનેઝુએલાના ડ્રગ ઓપરેશનમાં ગુએરાની ભૂમિકા હોવાનો અમેરિકન રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અમેરિકન ફેડરલ પ્રોસિક્યૂટરે માદુરોના પુત્રને મોટા ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય આરોપી ગણાવ્યો છે. અમેરિકન રિપોર્ટ મુજબ ગુએરા પર વેનેઝુએલાથી અમેરિકા સુધી કોકેઈન પહોંચાડવા માટે સરકારી સંપત્તિઓ, સેનાના કર્મચારીઓ અને રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખની છે કે, ૩ જાન્યુઆરી, ૨૦૨૫ની રાતે અમેરિકન સૈન્ય દળોએ માદુરો અને એમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી હતી. માદુરો પર નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સ તસ્કરીનું ષડયંત્ર રચવાનો આક્ષેરપ કરાયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને ધરપકડની પુષ્ટિ કરીને તેને ‘મોટી સફળતા‘ જાહેર કરી હતી. માદુરોને ન્યૂ યોર્ક ખાતે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે તેમણે કોર્ટ કેસનો સામનો કરવો પડશે. તેમને આજીવન કેદની સજા થવાની શક્યતા છે.




