
ટ્રેકિંગ દરમિયાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ.ટ્રેકિંગ દરમિયાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ.મસ્કતમાં સ્થાયી ભારતીય મહિલા શારદા અય્યરનું જેબેલ શમ્સ પહાડોમાં ટ્રેકિંગ દરમિયાન અકસ્માતે નિધન.ઓમાનની રાજધાની મસ્કતમાં સ્થાયી થયેલા ૫૨ વર્ષીય ભારતીય મહિલા શારદા અય્યરનું જેબેલ શમ્સ પહાડોમાં ટ્રેકિંગ દરમિયાન અકસ્માતે નિધન થયું છે. શારદા અય્યર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયિકા ચિત્રા અય્યરના બહેન હતા.
મળતી માહિતી મુજબ, ઓમાન એરના ભૂતપૂર્વ મેનેજર શારદા અય્યર ગત ૨ જાન્યુઆરીએ અલ દખિલિયાહ ગવર્નરેટમાં આવેલા પ્રખ્યાત ટ્રેકિંગ પોઈન્ટ જેબેલ શમ્સ ખાતે ટ્રેકિંગ કરી રહ્યા હતા.
આ વિસ્તાર તેની સીધા ચઢાણ અને જાેખમી ભૂપ્રદેશ માટે જાણીતો છે. ટ્રેકિંગ દરમિયાન અચાનક સર્જાયેલા અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. જાેકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
આ ઘટના પરિવાર માટે આઘાતજનક છે. શારદા અય્યરના પિતા અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક આર.ડી. અય્યરનું ગત ૧૧ ડિસેમ્બરે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા શારદા ભારત આવ્યા હતા અને ૨૪ ડિસેમ્બરે જ ઓમાન પરત ફર્યા હતા.
પિતાના અવસાનના શોકમાંથી પરિવાર બહાર આવે તે પહેલા જ શારદાના નિધને પરિવારને હચમચાવી દીધો છે.
ચિત્રા અય્યરની આ લાગણીસભર પોસ્ટમાં પોતાની બહેન પ્રત્યેનો અતૂટ પ્રેમ અને તેને ગુમાવવાનું દુ:ખ છલકાય છે. તેણે બહેન પ્રત્યે નિખાલસ અને નિસ્વાર્થ પ્રેમ વ્યક્ત કર્યો છે, જ્યાં મજાક, મસ્તી અને મીઠો ઝઘડો જ સંબંધનો પાયો છે. તેમજ સિંગર બહેનની અકાળ વિદાયથી સ્તબ્ધ છે; તેમને લાગે છે કે તેમની બહેન જીવનની દોડમાં બહુ વહેલી નીકળી ગઈ છે. તે પોતાની બહેનની એ તમામ કહેવાતી હેરાન કરતી આદતો જેવી કે ફોન પર સતત વાતો કરવી કે બૂમો પાડવી તેને જ સૌથી વધુ મિસ કરી રહી છે.




