
મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભૌગોલિક રાજકીય સ્થિતિ વણસી ઈરાને અમેરિકાનું અત્યાધુનિક MQ-૯ રીપર ડ્રોન તોડી પાડ્યું આ ઘટના બાદ બંને શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભૌગોલિક રાજકીય સ્થિતિવણસી છે. ઈરાન ના સુપ્રીમ લીડર મોજતબા ખામેની તરફથી અમેરિકાને આપવામાં આવેલી આકરી ચેતવણી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા અમેરિકન ડ્રોન તોડી પાડવાની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના બાદ બંને શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
હજ યાત્રાના પવિત્ર પ્રસંગે જારી કરાયેલા એક વિશેષ સંદેશમાં મોજતબા ખામેનીએ પડોશી દેશોને સ્પષ્ટ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, “આ પ્રદેશમાં અમેરિકાને હવે તેમના લશ્કરી થાણાઆ માટે કોઈ સુરક્ષિત સ્થાન નહીં મળે.” ખામેનીનું આ નિવેદન મધ્ય પૂર્વી દેશોની એકતા પર ભાર મૂકે છે, જે પ્રાદેશિક સુરક્ષા માળખામાં મોટા ફેરફારના સંકેત આપે છે.
મધ્ય પૂર્વમાં સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાનની સેના IRGC એ અમેરિકાના અત્યાધુનિક MQ-૯ રીપર ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો. ઈરાની સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ ડ્રોન ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. નોંધનીય છે કે, યુએસ સૈન્ય દ્વારા ઈરાની રોકેટ લોન્ચ સાઈટ્સ પર કરાયેલા ‘રક્ષણાત્મક હુમલા’ ના ગણતરીના કલાકોમાં જ ઈરાન તરફથી આ મોટો વળતો પ્રહાર જાેવા મળ્યો છે.
ઈરાન દ્વારા જારી કરાયેલા સંદેશમાં ‘અમેરિકા મુબારક’ અને ‘ઈઝરાયલ મુબારક’ જેવા નારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો હેતુ ઇસ્લામિક વિશ્વની યુવા પેઢીમાં એકીકરણ લાવવાનો છે.
વિશ્લેષકોનું માનવું છે કે, આ આક્રમક વલણ મધ્ય પૂર્વમાં સત્તાના સંતુલનને ફરીથી ગોઠવવાનો એક વ્યૂહાત્મક સંકેત છે. પડોશી દેશો પરનું દબાણ અને પ્રાદેશિક સંગઠનો સાથેની મજબૂત કડીઓ ઈરાનની (Iran) નવી નીતિને છતી કરે છે. જ્યારે અમેરિકા અને તેના સહયોગીઓ આ પડકારોનો સામનો કરવા માટે પોતાની નવી રણનીતિ ઘડી રહ્યા છે, ત્યારે આ પ્રદેશમાં સર્જાયેલો તણાવ વૈશ્વિક સુરક્ષા અને આર્થિક હિતો પર મોટી અસર કરી શકે છે.



