
જિયો-ટેગિંગ ફરજિયાત.ક્રિપ્ટો માટે નવા આકરા નિયમો, યુઝર્સની લાઇવ સેલ્ફી જરૂરી બની.આઠ જાન્યુઆરીએ જારી કરાયેલી નવી ગાઇડલાઇનમાં ક્રિપ્ટો એક્સચેન્જાેને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે વર્ગીકૃત કરાયા.ડિજિટલ એસેટ માર્કેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે ભારતના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)એ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ માટે નવા આકરા નિયમો જારી કર્યા છે. નવા નિયમોમાં ક્લાયન્ટની લાઇવ સેલ્ફી, જીઓ ટેગિંગ અને પેની ડ્રોપ પદ્ધતિ દ્વારા બેંક એકાઉન્ટ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એક્સચેન્જાેએ ઉંચું જાેખમ ધરાવતા ક્લાયન્ટનું દર છ મહિને અને બાકીના ક્લાયન્ટનું વાર્ષિક KYC અપડેટ કરવું પડશે.નવા નિયમોનો હેતુ મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સ અને ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવાનો છે. આઠ જાન્યુઆરીએ જારી કરાયેલી નવી ગાઇડલાઇનમાં ક્રિપ્ટો એક્સચેન્જાેને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA)સર્વિસ પ્રોવાઇડર તરીકે વર્ગીકૃત કરાયા છે.
આ પ્રોવાઇડરની ફરજાે દસ્તાવેજ અપલોડને મંજૂરી આપવા પૂરતી સીમિત રહેશે નહીં. નવા નિયમો હેઠળ યુઝર્સે તેમની હાજરીની ચકાસણી કરતાં સોફ્ટવેરનો ઉપયોગ કરી આઇ બ્લન્કિંગ કે હેડ મુવમેન્ટ સાથે ‘લાઇવ સેલ્ફી’ લેવી પડશે. જૂના ફોટા અથવા ડીપફેકના ઉપયોગને રોકવા માટે આ નિયમ બનાવાયો છે.યુઝર્સ એકાઉન્ટ બનાવવાનું ચાલુ કરે ત્યારે એક્સચેન્જાેએ ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ, તારીખ, ટાઇમસ્ટેમ્પ અને IPએડ્રેસ રેકોર્ડ કરવું પડશે. એકાઉન્ટ માટે પેની ડ્રોપ મેથડ પણ ફરજિયાત બનાવાઈ છે. આવી મેથડમાં બેંક ખાતું સક્રિય છે અને નોંધણીકર્તાનું છે તેની પુષ્ટિ કરવા માટે ૧ જેવી નજીવી રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ઉપરાંત યુઝર્સે પાસપોર્ટ, આધાર અથવા મતદાર ID જેવા બીજા ડોક્યુમેન્ટ આપવા પડશે. ઇ-મેઇલ ID અને ફોન નંબર માટે OTP વેરિફેકશન પણ કરાવવું પડશે.




