
ભારત-US મિત્રતા પર આપ્યો ભાર અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા ભારત-અમેરિકા સંબંધોને લોકશાહી મૂલ્યો પર આધારિત અને વૈશ્વિક કલ્યાણ માટેની એક મજબૂત ભાગીદારી ગણાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નાગરિકોને દેશના ૨૫૦મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ઠ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વ્યૂહાત્મક ભાગીદારી પૂરતા મર્યાદિત નથી. તેમણે લોકશાહી, કાયદાનું શાસન અને બંને દેશોના લોકોની અસીમ ક્ષમતા પ્રત્યેની સંયુક્ત પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે માત્ર વ્યૂહાત્મક ભાગીદારી જ નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને પોતાના લોકોની અસીમ ક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પણ જાેડાયેલા છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કરતાં PM મોદીએ આશા વ્યક્ત કરી કે આગામી ૨૫૦ વર્ષ અમેરિકા માટે વધુ સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવશે તેમજ ભારત-અમેરિકાની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.
૧.૪ અબજ ભારતીયો વતી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને તમારા સ્વતંત્રતાના ઐતિહાસિક ૨૫૦મા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વ્યૂહાત્મક ભાગીદારીથી પણ આગળ છે. લોકશાહી, કાયદાના શાસન અને આપણા લોકોની અસીમ ક્ષમતામાં રહેલો આપણો સંયુક્ત વિશ્વાસ આપણી મિત્રતાને વૈશ્વિક કલ્યાણ માટેની એક મજબૂત શક્તિ બનાવે છે.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે અમેરિકાના સ્વતંત્રતાના ૨૫૦મા વર્ષની ઉજવણી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજવાના છે. આ કાર્યક્રમ ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી ઉજવણીનો સમાપન કાર્યક્રમ હશે, જેની કેટલાક વિરોધીઓએ ટીકા પણ કરી છે. તેમનો દાવો છે કે આ કાર્યક્રમો ઝડપથી રાજકીય પક્ષપાત તરફ આગળ વધી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં લોકો પરંપરાગત ‘ફોર્થ ઑફ જુલાઈ‘ (૪ જુલાઈ)ની ઉજવણી સાથે આ ઐતિહાસિક અવસરની ઉજવણી કરી રહ્યા છે. તેમાં આતશબાજી, પરેડ અને વિવિધ સમુદાયિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયામાં ૬ કલાકનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે, જ્યારે ન્યૂયોર્ક શહેરમાં દુનિયાભરના મોટા જહાજાેની પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ગયા મહિને ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થઈ હતી. ફ્રાન્સના એવિયન-લે-બેન્સ વિસ્તારમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ટ્રમ્પે ઁસ્ મોદી સાથેની પોતાની ચર્ચાને ખૂબ જ સારી ગણાવી હતી. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કે તે એવા સમયે થઈ હતી, જ્યારે બંને દેશો ટેરિફ વિવાદ, ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થીને લઈને ટ્રમ્પના દાવા અંગેનો મતભેદ, ભારતીયોને અસર કરતા અમેરિકાના કડક ઇમિગ્રેશન પગલાં અને ઓમાન નજીક વ્યાપારી જહાજાે સાથે જાેડાયેલા અમેરિકન સૈન્ય હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત જેવા મુદ્દાઓને કારણે તણાવગ્રસ્ત બનેલા સંબંધોને ફરી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.




