
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત જિલ્લા વાલ્મિકી સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ કલ્યાણ સમિતિ આયોજિત કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ની મીટીંગ નવસારી સર્કિટ હાઉસ ખાતે વાલ્મિકી કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ના પ્રમુખ એડવોકેટ ડી સી સોલંકી અંકલેશ્વર ના પ્રમુખસ્થાને તારીખ 05/07/2026 ના રોજ બપોરે બે કલાકે મળી હતી. જેમાં સુરત નવસારી વલસાડ બારડોલી વ્યારા ભરૂચ ના આશરે પચાસ જેટલા પ્રતિનિધિ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. વિવાહિત તકરાર ના દશ જેટલા પક્ષકારો હાજર રહી તેમની સમસ્યા રજૂ કરી હતી પક્ષકારોની સમસ્યા સાંભળી નિકાલ કરવા પ્રમુખશ્રી એ આશ્વાસન આપેલ હતું. પ્રમુખ સ્થાને થી સંબોધતા ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે વિવાહિત તકરારો અને અન્ય પ્રશ્નો શાંતિ થી ઉકેલવા જોઈએ .માત્ર નોકરી ઉપર જીવન જીવવા કરતા નાના મોટા ધંધા પણ કારવા જોઈએ. એડવોકેટ બીપીનભાઇ રાઠોડે વાલ્મિકી સમાજ વિવાહિત તકરાર નિવારણ સમિતિ ની રચના બદલ અભિનંદન પાઠવી સમાજે સહકાર આપવા અપીલ કરી હતી.તેમજ સમાજે જાગૃતી કેળવવા અને કુરિવાજો નાબૂદ કરવા શીખ આપી હતી. શશીકાંત સોલંકી દરેક શહેર માં મીટીંગ રાખવા અને સુરત જિલ્લા ના દરેક તાલુકાએ મીટીંગ રાખવા અનુરોધ કર્યો હતો. એડવોકેટ મયંકભાઇ સોલંકી લગ્ન જીવન ટકાવી રાખવા અને શક્ય ના હોય તો કાયદા ની જોગવાઈઓ મુજબ શાંતિ થી છૂટા પડવા સમજ કરી હતી ,એડવોકેટ નોટરી અશ્વિન વૈષ્ણવ ,દિનેશભાઈ પરમાર, રાજેશભાઈ માંજલપુરીયા, સંજય ભાઈ સોલંકી, હરજીભાઈ ધારાણીયા,એડવોકેટ નોટરી જીતેશકુમાર બિપીનચંદ્ર રાઠોડ વિગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. અને સમિતિ ની શરૂઆત ને આવકારી હતી .ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ ના પ્રમુખ ભાઈલાલ બી વૈષ્ણવે વિવાહિત તકરારો અંગે અનેક ઉદાહરણો આપી વહુ ને છોકરી તરીકે અને સાસુ સસરાને માં બાપ તરીકે સ્વીકારવામાં આવેતો અનેક ઝઘડા થતા અટકી જાય અને જીવન શાંતિ થી જીવી શકાય વાલ્મિકી સમાજ માં રૂપિયા સાડાસોળ દહેજ નામ પૂરતું લેવામાં આવે છે પરંતુ વિવાહિત તકરારો થાય ત્યારે લાખો રૂપિયા ની માંગણી કરવામાં આવેતે સમાજ માટે કલંકરૂપ છે આ દૂષણ બંધ થવું જોઈએ કોઈ કારણસર લગ્નજીવન લાંબુ ના ચાલે તો સમાજ દ્વારા સમાધાન ના રસ્તો શોધવો જોઈએ.પરંતુ કોઈક ને હેરાન કરવા વર્ષો સુધી કેસ લંબાવવો એ સમાજ વિરુદ્ધ છે એટલે આવા ઝઘડાઓ નું શાંતિ થી નિવારણ કરવું જોઈએ. સ્વાગત વિધિ મુકેશભાઈ ચૌહાણે કરી હતી સંતશ્રી બળદેવ મહારાજ અને સંતશ્રી ડી કે બાપુ સંત શ્રી દિનેશભાઈ મહારાજ અને સંતશ્રી મનીષ મહારાજ કાર્યક્રમ ની શુભેચ્છા પાઠવી આશીર્વાદ. આપ્યા હતા.પક્ષકારોએ તેમના કેસ ના નિકાલ માટે કમિટી ઉપર કમિટી જે નિર્ણય કરશે તેનું પાલન કરવા લેખિત બાહેધરી આપેલ છે.




