
૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ એક પ્રયોગ છે : સરકાર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને લઈને વિરોધ વધી રહ્યો છે લોકોનો આરોપ છે કે ઇથેનોલ મિશ્રણથી તેનાથી ગાડીના માઇલેજ અને તેના એન્જિન તથા પાર્ટ્સ પર અસર પડશે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેંડિંગને લઈને વિરોધ વધી રહ્યો છે. લોકોનો આરોપ છે કે તેનાથી ગાડીની માઇલેજ અને તેના એન્જિન, પાર્ટ્સ પર અસર પડશે. તો સરકારે ખુદ સુપ્રીમ કોર્ટમાં તે વાત માની છે કે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ એક પ્રયોગ છે, જેના પરિણામ આગામી વર્ષ સુધી આવશે. હવે સરકાર દાવો કરી રહી છે કે તેનાથી માઇલેજ અને એન્જિન પર વધુ નકારાત્મક અસર દેખાશે નહીં.
દિલ્હીમાં ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સની પત્રકાર પરિષદ પર સરકાર તરફથી સામેલ એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડના પ્રથમ મહિલા અધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર વર્તિકા શુક્લાએ દાવો કર્યો કે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ પ્રોગ્રામને રાતો-રાત લોન્ચ કરવામાં આવ્યો નથી, તે માટે રિસર્ચ, વૈજ્ઞાનિક અને સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ પુરી કરવામાં આવી છે, ત્યારબાદ E20 મિશ્રણનો ર્નિણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે વૈશ્વિક પ્રેક્ટિસ અપનાવવામાં આવી છે અને દુનિયાની ટોપ એજન્સી પણ તેનો ટેસ્ટ કરી ચૂકી છે. તેમણે દાવો કર્યો છે કે તેની ગાડીઓ પર અસર પડશે નહીં.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી ખુદ તે વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે માઇલેજમાં ઘટાડો થયો છે. પરંતુ તેમણે આ ઘટાડાને સામાન્ય ગણાવ્યો. તેમણે ખુદ સ્વીકાર્યું કે તેનાથી ગાડીઓનું પિકઅપ (એક્સેલેરેશન) વધે છે અને એન્જિનના નોકિંગમાં સુધાર થાય છે. તો મારૂતિ સુઝુકીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતી પ્રમાણે E20 પેટ્રોલથી કારનું માઇલેજ ત્રણ ટકા સુધી ઘટી શકે છે.
સરકાર અને ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટનું કહેવું છે કે મોટા પાસા પર થયેલા ટેસ્ટિંગમાં E20 પેટ્રોલથી ગાડીઓને નુકસાન પહોંચવાના કોઈ પૂરાવા મળ્યા નથી. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડના પૂર્વ ચેરમેન બી અશોકે કહ્યુ કે, E20 મિશ્રણને લઈને કોઈ વૈજ્ઞાનિક પૂરાવા નળી મળ્યા કે તેનાથી ગાડીના એન્જિનને નુકસાન પહોંચે છે.




