International News: કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ભારતીય મૂળના દંપતી અને તેમની કિશોરી પુત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના 7 માર્ચે બની હતી, પરંતુ તેની જાણ શુક્રવારે થઈ હતી. આ અવશેષો ભારતીય પરિવારના ત્રણેય સભ્યોના હોવાનું જાણવા મળ્યું છે.
આ પરિવાર બ્રેમ્પટનના બિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ વિસ્તારમાં રહેતો હતો
આ પરિવાર બ્રેમ્પટનના બિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ વિસ્તારમાં રહેતો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ કહ્યું કે તેઓ માર્યા ગયેલા લોકોની સંખ્યા જાણી શકતા નથી. આ ઘટનાની જાણકારી પરિવારના એક પાડોશીએ આપી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આગ બુઝાવવાની સાથે જ તેમને માનવ અવશેષો મળી આવ્યા હતા.
પરિવારની ઓળખ રાજીવ વારિકૂ, 51, તેમની પત્ની, 47 વર્ષીય શિલ્પા કોઠા અને તેમની 16 વર્ષની પુત્રી મહેક વારિકૂ તરીકે થઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે હજુ સુધી આગનું કારણ નક્કી કર્યું નથી અને તેને ‘શંકાસ્પદ’ ગણાવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું…
એક અખબારી યાદીમાં, પોલીસે જણાવ્યું હતું કે તેઓ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુની તપાસ ચાલુ રાખી રહ્યા છે અને જેની પાસે માહિતી હોય તેમને આગળ આવવા વિનંતી કરી છે.