
ઉજવણી વચ્ચે વિલન બન્યા ટ્રમ્પ? સ્પેનની ઐતિહાસિક જીત વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની રમૂજીનો વીડિયો વાયરલ સંકેત મળ્યા બાદ તેઓ પાછળ હટ્યા, અને ત્યારબાદ સ્પેનિશ ખેલાડીઓએ મન ભરીને પોતાની જીતની ઉજવણી કરી મુખ્ય વિવાદ ટ્રોફી સોંપ્યા પછી શરૂ થયો હતો. ટ્રોફી મેળવ્યા બાદ કેપ્ટન રોડ્રી પોતાના સાથી ખેલાડીઓ સાથે ટ્રોફી હવામાં ઉછાળીને જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી ખસવાને બદલે ખેલાડીઓની બિલકુલ વચ્ચે જ ઉભા રહી ગયા. સ્પેનિશ ટીમ પોતાની જીતની ક્ષણોને કેમેરામાં કેદ કરવા માંગતી હતી પરંતુ ટ્રમ્પ સ્ટેજ પર અડીંગો જમાવીને ઉભા રહ્યા હતા. આખરે પરિસ્થિતિ વણસતી જાેઈને ત્યાં હાજર સત્તાવાર અધિકારીઓએ ટ્રમ્પને સ્ટેજ છોડી દેવા માટે ઈશારો કરવો પડ્યો હતો. સંકેત મળ્યા બાદ તેઓ પાછળ હટ્યા, અને ત્યારબાદ સ્પેનિશ ખેલાડીઓએ મન ભરીને પોતાની જીતની ઉજવણી કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પે પ્રોટોકોલનો ભંગ કર્યાે છે.આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આવું કર્યું હોય. આ જ વર્ષે યોજાયેલી ફિફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન પણ કંઈક આવો જ નજારો જાેવા મળ્યો હતો. તે સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચેલ્સીની ટીમને ટ્રોફી આપી, ત્યારે પણ તેઓ લાંબો સમય ખેલાડીઓ સાથે સ્ટેજ પર જ ઉભા રહ્યા હતા. જાેકે, આ વખતે સત્તાવાર વર્લ્ડ કપમાં ખેલાડીઓ ટ્રોફી હવામાં લહેરાવે તે પહેલા જ અધિકારીઓએ તેમને સ્ટેજ પરથી રવાના કરી દીધા હતા.જાે મેચની વાત કરીએ તો, ફાઇનલ મુકાબલો અત્યંત રસાકસીભર્યાે રહ્યો હતો. ફૂલ ટાઈમ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમની ૧૦૬મી મિનિટમાં ફેરન ટોરેસે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાના સપના પર પાણી ફેરવી દીધું અને સ્પેનને ૧-૦ થી જીત અપાવીને ઇતિહાસ રચી દીધો.




