
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
“સોરી પપ્પા, મે પ્રયત્ન કર્યા હતા છતાં સરકારી નોકરી મેળવવા માટે મને ૫૦ વખત નિષ્ફળતાઓ મળતાહવે હું જીવનને અલવિદા કરું છું.” આ શબ્દો છે મૂળ બિહારના બક્સરના વતની અને લોહીયા પ્રાઈવેટ લિમિટેડના નિવૃત કર્મચારી રાજકુમારના તેજસ્વી પુત્ર આનંદના સુસાઇડ નોટમાં લખાયેલા નિરાશાભર્યા લાગણીશિલ શબ્દો મોતને વહાલું કરનાર આનંદે વર્ષ૨૦૨૪ માં કાનપુરની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં B.TECH પૂર્ણ કર્યું હતું. રાજયમાં ત્રીજો ક્રમ મેળવવા બદલ ૧૩ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ કોલેજના એક સમારોહમાં રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે તેને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડિગ્રી પૂર્ણ કર્યાબાદ આનંદ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવાની સાથે સાથે સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યુ કે વારંવાર પ્રયાસો કરવા છતાં પરીક્ષા પાસ ન થવાને કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો.
આ બનાવ કાનપુરના ગુજેનીમાં ભાડાના મકાનમાં બન્યો હતો કે જ્યારે આનંદના પિતા અને દાદા એના મોટાભાઈ (મરનાર આનંદ)ના ભાઈ માટે લગ્ન નક્કી કરવા માટે બિહાર ગયા હતા. અને આનંદ ઘરે એકલો હતો. આ બનાવ અંગે ગોવિંદ નગર પોલીસ સ્ટેશનના SHO અશોક કુમાર દૂબેએ જણાવ્યુ હતું કે, ઘટના સ્થળેથી પાંચ લાઇનની એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં “ સોરી” શબ્દ સાત થી આઠ વખત લખાયેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું માનવું છે કે સરકારી નોકરી મેળવવામાં વારંવાર મળેલી નિષ્ફળતાના કારણે ડિપ્રેશનમાં આવીને આનંદે આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ મામલે વધુ આગળની તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે અહીં સરકારના ખોખલા દાવાઓનું સાચું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આજે દેશની પરિસ્થિતિ શું છે?




