
સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.5,748 અને ચાંદીના વાયદામાં રૂ.19,151નું ગાબડું : ક્રૂડ તેલમાં રૂ.389નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું સાપ્તાહિક ધોરણે ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.379273.84 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28703 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 17થી 23 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2129971.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28703 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.29992.56 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.379273.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.131026ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.132294 અને નીચામાં રૂ.120515ના મથાળે અથડાઈ, રૂ.129852ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5748ના ભાવઘટાડા સાથે રૂ.124104ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.5041 ઘટી રૂ.100021ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.580 ઘટી સપ્તાહના અંતે રૂ.12530ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.5430 ઘટી સપ્તાહના અંતે રૂ.123305 થયો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.131300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.132892 અને નીચામાં રૂ.120993ના મથાળે અથડાઈ, રૂ.130214ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5841ના ભાવઘટાડા સાથે રૂ.124373 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.168100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.170415 અને નીચામાં રૂ.143819ના સ્તરને સ્પર્શી, રૂ.167663ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.19151ના ભાવઘટાડા સાથે રૂ.148512ના સ્તરે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.18752 ઘટી રૂ.150585ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.18731 ઘટી રૂ.150608 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.13616.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.4.05 ઘટી રૂ.997ના સ્તરે બંધ થયો હતો. જસત નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.6.6 વધી રૂ.295.65ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.2.35 વધી સપ્તાહના અંતે રૂ.269.2ના ભાવે બંધ થયો હતો. સીસું નવેમ્બર વાયદો રૂ.2.8 વધી રૂ.182.4ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.33531.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3115ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3259 અને નીચામાં રૂ.3001ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.91 વધી રૂ.3200ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5003ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5475 અને નીચામાં રૂ.4944ના સ્તરને સ્પર્શી, રૂ.5048ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.389ના ઉછાળા સાથે રૂ.5437ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.385 ઊછળી રૂ.5437 થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.34.4 વધી રૂ.356.4 થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.34.5 વધી રૂ.356.5ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.941.1ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.16.2 ઘટી રૂ.929.4 થયો હતો. એલચી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2622ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.86 વધી રૂ.2708 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.220405.72 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.158868.13 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9647.22 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1296.77 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.160.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2510.05 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.52.15 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.6856.41 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26622.90 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.13.46 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.4.96 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14817 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34828 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8947 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 139331 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12011 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24267 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36722 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 83654 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 135 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17974 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 8601 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 31550 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 31607 પોઇન્ટના સ્તર અને નીચામાં 28310 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 2152 પોઇન્ટ ઘટી 28703 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.




