
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુખદ સમાચાર બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીષ શાહનું નિધન સતીષ કિડની ની બીમારીનો સામનો કરી રહ્યાં હતા : સતીષ શાહના અંતિમ સંસ્કાર ૨૬ ઓક્ટોબરે કરવામાં આવશે બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીષ શાહનું નિધન થઈ ગયું છે. ૨૫ ઓક્ટોબરે બપોરે ૨.૩૦ કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. જાણકારી પ્રમાણે સતીષ કિડનીની બીમારીનો સામનો કરી રહ્યાં હતા. સતીષ શાહના અંતિમ સંસ્કાર ૨૬ ઓક્ટોબરે કરવામાં આવશે.
અશોક પંડિતે આ વીડિયો તેમના ઠ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે, “સતીષ શરૂઆતમાં ઘરે જ હતા. ત્યારબાદ તેમને કિડની ફેલ્યોર થવાને કારણે દાદરની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અભિનેતાના અંતિમ સંસ્કાર મુંબઈના બાંદ્રા સ્મશાનગૃહમાં કરવામાં આવશે.”
સતીષ શાહે ૭૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તમને જણાવી દઈએ કે સતીષ રવિલાલ શાહનો જન્મ ૨૫ જૂન ૧૯૫૧ના મુંબઈમાં થયો હતો. તેઓ ગુજરાતી મૂળના હતા અને ૧૯૭૨મા ડિઝાઇનર માધુ શાહ સાથે લગ્ન કર્યા હતા. તેમણે ફિલ્મ અને ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાંથી અભ્યાસ કર્યો હતો. તેમના કરિયરની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ હતી. ૧૯૮૪મા યહ જાે હૈ જિંદગીમાં ૫૫ અલગ-અલગ પાત્ર ભજવી તેઓ ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા.
સતીષ શાહે પહેલા થિએટરમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો અને પછી અજીબ દાસ્તાં (૧૯૭૮) થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. સતીષ શાહની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો આ લિસ્ટમાં મુજસે શાદી કરોગી, કલ હો ના હો, કભી હાં કભી ના, હમ સાથ સાથ હૈ, ઇશ્ક-વિશ્ક, અમ આપકે હૈ કૌન, હીરો નંબર-૧, અમૃત, નરસિમ્હા, પુરાના મંદિર, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, રમૈયા વસ્તાવૈયા નું નામ સામેલ છે.
સતીષ શાહનું કરિયર માત્ર બોલીવુડ જ નહીં ટીવી પર પણ સફળ રહ્યું હતું. તેમણે ઘણી સુપરહિટ સીરિયલ્સમાં કામ કર્યું હતું, તેમાં સારાભાઈ દૃજ સારાભાઈ જેવા શો સામેલ છે. અભિનેતાના નિધનથી ન માત્ર પરિવાર પરંતુ તેમના ફેન્સનું દિલ પણ તૂટી ગયું છે. બોલીવુડ આ સમયે દુખમાં છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આી રહ્યાં છે.




