
યુપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માફી માગી મતદાર યાદીમાં રામે યાદવને મારી નાખ્યો નામથી વિવાદ તેમણે ચૂંટણી પંચની કામગીરી અને સોફ્ટવેરની વિશ્વસનીયતા અંગે સ્પષ્ટતા માગી હતી ઉત્તર પ્રદેશના બલિયામાં મતદાર યાદીમાં નોંધાયેલા એક અસામાન્ય અને વિવાદાસ્પદ નામને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. વિધાન પરિષદની ચૂંટણી માટેની મતદાર યાદીમાં ‘રામ યાદવને મારી નાખ્યો’ એવો અર્થ ધરાવતું નામ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી તૈયાર કરવા માટે વપરાતી વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ત્યારે વધુ વેગ પકડ્યો, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કટાક્ષભરી ટિપ્પણી કરવામાં આવી.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને નેતા રાજેશ યાદવે મતદાર યાદીમાં સામેલ નામ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની કામગીરી અને સોફ્ટવેરની વિશ્વસનીયતા અંગે સ્પષ્ટતા માગી હતી.
આના જવાબમાં ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર ઠ હેન્ડલ પરથી એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે કમ્પ્યુટર જાતિવાદી નથી અને તે કોઈ જાતિ કે લઘુમતી સાથે ભેદભાવ કરતું નથી. જાેકે, આ જવાબમાં વપરાયેલી ભાષા ઓને કટાક્ષભર્યા અંદાજ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સરકારી સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી આવી ટિપ્પણી કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં નારાજગી જાેવા મળી હતી.વિવાદ વધ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ સત્તાવાર હેન્ડલ પરથી કરવામાં આવેલી ટિપ્પણી અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે પોસ્ટમાં વપરાયેલી ભાષા, તેનો લહેજાે અને રજૂઆત સરકારી સંસ્થાની ગરિમાને અનુરૂપ નહોતા.
તેમણે આ ટિપ્પણીથી દુ:ખી થયેલા અને નારાજ થયેલા લોકોની માફી માગી હતી. સાથે જ, ભવિષ્યમાં સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી વાતચીતમાં શિષ્ટાચાર, ગૌરવ અને ઔપચારિકતા જાળવવાની ખાતરી આપી હતી.
આ ઘટનાએ સરકારી સંસ્થાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવતી ટિપ્પણીઓની જવાબદારી અને ભાષાના ધોરણો અંગે ચર્ચા જગાવી છે. સત્તાવાર હેન્ડલનો ઉપયોગ નાગરિકોને માહિતી આપવા અને તેમની ફરિયાદોના જવાબ આપવા માટે થતો હોવાથી તેની દરેક રજૂઆતમાં સંયમ અને તટસ્થતા જાળવવી જરૂરી છે.
મતદાર યાદીમાં નોંધાયેલા વિવાદાસ્પદ નામ અંગે ઉઠેલા સવાલો અને ત્યારબાદ થયેલી ટિપ્પણી વચ્ચે હવે મુખ્ય ચૂંટણી અધિકારીની માફીથી વિવાદને શાંત કરવાનો પ્રયાસ થયો છે. જાેકે, આ ઘટનાએ ચૂંટણી તંત્રની વિશ્વસનીયતા અને જાહેર સંવાદની શૈલી અંગે ચર્ચાને ફરી આગળ ધપાવી છે.




