
સાઉદીના આરોપથી ખળભળાટ મક્કા-મદીના તરફ ડ્રોન, એડનમાં રાષ્ટ્રપતિ ભવન પર મિસાઈલ! અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ મક્કા વિસ્તાર નજીક એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો મધ્ય પૂર્વમાં પહેલેથી જ ચાલી રહેલા તણાવ વચ્ચે યમનના હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાઓએ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. સાઉદી અરબના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હુથીઓએ પવિત્ર શહેર મદીના અને મક્કા તરફ ડ્રોન મોકલ્યાં હતાં. બીજી તરફ યમનના એડન શહેરમાં રાષ્ટ્રપતિ ભવન અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ ઘટનાઓને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. દરમિયાન, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સાઉદી અરબ જતી ૧૪ નવેમ્બર સુધીની ફ્લાઈટ્સ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયથી સાઉદી અરબ જવા-આવવા માગતા મુસાફરો અને ઉમરાહ માટે ગયેલા શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે છે.સાઉદી અરબના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને શુક્રવારે દાવો કર્યાે હતો કે મદીના તરફ આવી રહેલા એક હુથી ડ્રોનને હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરવામાં આવ્યું હતું. મદીના ઇસ્લામના સૌથી પવિત્ર શહેરોમાંનું એક છે. અહીં પયગંબર સાહેબની મસ્જિદ એટલે કે મસ્જિદ-એ-નબવી આવેલી છે.સાઉદી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોનને શહેર સુધી પહોંચે તે પહેલાં જ તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ મક્કા વિસ્તાર નજીક એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાેકે, આ હુમલાઓ અંગે હુથી જૂથે અલગ દાવો કર્યાે છે.યમનના દક્ષિણ ભાગમાં આવેલા એડન શહેરમાં પણ હુમલાની ઘટના સામે આવી છે. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા મુજબ, હુથી બળવાખોરોએ રાષ્ટ્રપતિ ભવન પરિસર (અલ-માશીક પેલેસ) અને એડન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવ્યાં હતાં.સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં બે મોટા વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ પહોંચી હતી. જાેકે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા, કોઈનું મોત થયું કે મિલકતને કેટલું નુકસાન પહોંચ્યું તેની સત્તાવાર વિગતો હજુ સુધી સામે આવી નથી.સાઉદી અરબ દ્વારા કરવામાં આવેલા દાવાઓને હુથી જૂથે નકારી કાઢયા છે. હુથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કરીને મદીના તરફ હુમલો કર્યાના આરોપોને ફગાવ્યા હતા.તેમણે દાવો કર્યાે હતો કે હુથી જૂથનું સૈન્ય અભિયાન સાઉદી અરબના સૈન્ય ઠેકાણાં અને તેલ સંબંધિત માળખાં સુધી મર્યાદિત છે. મક્કા કે મદીના તરફ કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, એવો પણ તેમનો દાવો હતો. આમ, એક તરફ સાઉદી અરબ હુમલાનો આરોપ લગાવી રહ્યું છે, તો બીજી તરફ હુથી જૂથ આ દાવાઓને નકારી રહ્યું છે.મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર હવાઈ મુસાફરી પર પણ જાેવા મળી રહી છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ જતી પોતાની ફ્લાઈટ્સ ૧૪ નવેમ્બર સુધી રદ કરવાનો ર્નિણય લીધો છે.મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ફ્લાઈટ્સ રદ થવાથી સાઉદી અરબ જવા માગતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.




