
યુરોપમાં મોંઘવારી સામે યુવાનોનો ભારે આક્રોશ ફ્રાન્સ, જર્મની અને પોર્ટુગલમાં હજારો લોકોના ઉગ્ર દેખાવો શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી અને મકાનના વધતા ભાડા સામે યુવા પેઢીએ ઉગ્ર વિરોધ નોંધાયો યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, શિક્ષણ અને રહેણાંકની વધતી સમસ્યાઓ સામે યુવાનોનો આક્રોશ રસ્તા પર જાેવા મળી રહ્યો છે. ળાન્સમાં સતત ત્રીજા વીકએન્ડે મોટા પાયે દેખાવો થયા, જ્યારે જર્મની અને પોર્ટુગલમાં પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જાેડાયા. યુવાનોની આગેવાનીમાં યોજાયેલા આ દેખાવોએ યુરોપની સરકારોનું ધ્યાન ખેંચ્યું છે.ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણના મુદ્દે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પ્રેરણાથી શનિવારે દેશભરમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવો યોજાયા હતા. શરૃઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યાં હતાં. હેલોવીનના રંગબેરંગી વેશભૂષામાં આવેલા દેખાવકારોને કારણે વાતાવરણ પણ હળવું જાેવા મળ્યું હતું.જાેકે, પેરિસ અને અન્ય શહેરોમાં પ્રદર્શનના અંતિમ તબક્કામાં સ્થિતિ તંગ બની હતી. કેટલાક સ્થળોએ પોલીસે ટિયર ગેસના સેલ છોડયા હતા, જ્યારે નાના જૂથો દ્વારા આગચંપી કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી.ફ્રાન્સના ગૃહમંત્રી લોરેંટ નુનેઝે હેલોવીનની રાત્રે હિંસા અને અશાંતિ ફેલાવાની આશંકા વ્યક્ત કરી હતી. આને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં અંદાજે ૭૦,૦૦૦ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.ળાન્સ સરકારના અંદાજ પ્રમાણે શનિવારના દેખાવોમાં દેશભરમાં લગભગ ૩.૨૦ લાખ લોકોએ ભાગ લીધો હતો. અગાઉના બે વિરોધ પ્રદર્શનોની સરખામણીમાં આ સંખ્યા ઓછી હતી, પરંતુ તેમ છતાં દેખાવકારોની સંખ્યા નોંધપાત્ર રહી હતી.સરકારી આંકડા અનુસાર, ૧૭ ઓક્ટોબરના રોજ યોજાયેલા દેખાવોમાં ૫.૫૦ લાખ લોકો જાેડાયા હતા, જ્યારે ૨૪ ઓક્ટોબરે ૪.૧૦ લાખ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.ળાન્સની સાથે જ જર્મનીમાં પણ યુવાનોનો વિરોધ જાેવા મળ્યો હતો. ‘Gen Z Rebellion’ એટલે કે ‘જેન ઝેડ સંભાળી લેશે’ નામના સંગઠન સાથે જાેડાયેલા યુવાનોએ ૩૦થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું હતું.આ દેખાવકારોએ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સંરક્ષણ અને જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવાની માંગ કરી હતી. આ ઉપરાંત સૈન્ય ભરતી ફરીથી લાગુ કરવાના ર્નિણયનો પણ વિરોધ કર્યાે હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, દેશભરમાં હજારો યુવાનોએ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જાેકે, સત્તાવાર આંકડા તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા નહોતા.પોર્ટુગલમાં પણ રહેણાંકની વધતી સમસ્યાને લઈને હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને લિસ્બન અને પોર્ટાે શહેરોમાં દેખાવો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.લોકો સરકારના ભાડા સંબંધિત કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોનું માનવું છે કે આ કાયદાને કારણે પહેલેથી જ ગંભીર બનેલી રહેણાંક સમસ્યા વધુ વકરશે અને સામાન્ય લોકો માટે ઘર ભાડે મેળવવું મુશ્કેલ બનશે.યુરોપના અલગ-અલગ દેશોમાં એકસાથે ઊભા થયેલા આ વિરોધ પ્રદર્શનો દર્શાવે છે કે મોંઘવારી, શિક્ષણ, રોજગાર અને રહેણાંક જેવા મુદ્દાઓ યુવા પેઢી માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યા છે.




