
શે-ફોક્સુંડો સરોવર પાસે ફસાયેલા ભારતીયો માટે બચાવ અભિયાન નેપાળમાં હિમવર્ષા વચ્ચે છ ભારતીય પ્રવાસીઓ ફસાયા બે મહિલાઓ સહિત છ પ્રવાસીઓનો સંપર્ક તૂટતાં સેનાના હેલિકોપ્ટરથી મદદ પહોંચાડવાના પ્રયાસો તેજ કરાયા
નેપાળના શે-ફોક્સુંડો નેશનલ પાર્ક વિસ્તારમાં ભારે હિમવર્ષાને લીધે છ ભારતીય પર્યટક ફસાઈ ગયા છે. તેમની સુરક્ષા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જાેકે અત્યાર સુધી સફળતા મળી શકી નથી. હિમવર્ષામાં ફસાયેલ છ ભારતીયોમાં બે મહિલા પણ સામેલ છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ લોકો શનિવાર બપોરના સમયથી અહીં ફસાયા છે. તેમને બચાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે.હોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જૂનુ ધાકલે જણાવ્યું કે આ પર્યટક શે-ફોક્સુંડો ગ્રામીણ નગર પાલિકાના વોર્ડ નંબર ૮માં આ વિસ્તારમાં આવ્યા હતા, જે હવે ભારે હિમવર્ષાથી ઠંકાઈ ગયેલ છે. આ ગ્રામીણ નગર પાલિકા સ્થિત શે-ફોક્સુંડો સરોવર નેપાળની સૌથી ઊંચું સરોવર છે. અહીં ૩,૬૦૦ મીટરની ઊંચાઈ પર આવેલ છે અને તે ઊંડાઈ આશરે ૧૪૫ મીટર છે.સમાચાર એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે અમે આ જગ્યા અંગે જાણ થઈ છે કે જ્યાં લોકો ફસાયેલ છે. તેમને બચાવવા માટે સેનાના એક હેલિકોપ્ટર પહોંચી રહ્યું છે. અમને આશા છે કે અમે જલ્દીથી સુરક્ષિત લોકોને બહાર કાઢી લેશું. તેમણે કહ્યું કે સુરક્ષાકર્મચારીઓ અને તેમની સાતે રહેલા નેપાળી ગાઈડની ચેતવણી વચ્ચે આ ભારતીય પર્યટક તે વિસ્તારમાં જતા રહ્યા હતા. ગાઇડની ચેતવણી અવગણવામાં આવીધાકલે સમજાવ્યું કે ભારે હિમવર્ષા છતાં ટુરિસ્ટ ગાઇડને છોડીને સરોવરના વિસ્તાર તરફ ગયા હતા.તેને પરિણામે શનિવારે રાત્રે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે ઉમેર્યું કે શનિવારે સાંજે ગાઇડે ડોલ્પામાં જિલ્લા વહીવટી કાર્યાલયનો સંપર્ક કર્યાે હતો અને કહ્યું કે ભારે હિમવર્ષાને લીધે પ્રવાસીઓ ફસાયેલા હોઈ શકે છે. જાેકે રવિવારે સવારે તેમનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો.




