
વિદેશી મદદના આરોપો મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર હું વડાપ્રધાન મોદીને ડિબેટ કરવાનો પડકાર આપું છું રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં વડાપ્રધાનને સંબોધીને લખ્યું હતું કે, મોદીજી, આ દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં તેમને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદી વિદેશી મદદના આધારે સત્તા સુધી પહોંચ્યા છે અને વિદેશી સમર્થનથી જ સત્તામાં ટકી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે કોઈપણ મંચ અને કોઈપણ સમયે ચર્ચા કરવા માટે તેઓ તૈયાર છે. રાહુલના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદીને સંબોધીને લખ્યું હતું કે, મોદીજી, આ દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો. તમે વિદેશી મદદથી ઁસ્ બન્યા છો અને વિદેશી મદદથી જ ઁસ્ બનેલા છો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે દેશની આર્થિક વ્યવસ્થા વિદેશી તાકાતોના નિયંત્રણ અને સમર્થન પર ચાલી રહી છે. વિદેશી સોશિયલ મીડિયા પણ વડાપ્રધાનની સાથે ઊભું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સીધો પડકાર આપતાં કહ્યું કે તેઓ આ મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, કોઈપણ મંચ અને કોઈપણ સમય નક્કી કરી લો, જાે હિંમત હોય તો આવો. જાેકે, સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો કે વડાપ્રધાન આ ચર્ચા માટે નહીં આવે, કારણ કે તેઓ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતા સવાલોથી ડરે છે.
રાહુલ ગાંધીનું આ નિવેદન વડાપ્રધાન મોદીના તાજેતરના સંબોધન બાદ આવ્યું છે. ૩૧ ઓક્ટોબરે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ઁસ્ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે કેટલીક અવરોધક શક્તિઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
એકતા નગરના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દિમાગી નક્સલવાદ સામે પણ ચેતવણી આપી હતી. સાથે જ દેશમાં સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
PM મોદીના આ નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ વિદેશી મદદના મુદ્દે વળતો પ્રહાર કર્યો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે, તો બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ખુલ્લી ચર્ચાના પડકારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.




