
હવાઈ મુસાફરી મોંઘી થવાના એંધાણ હવે એરલાઇન્સ જાતે નક્કી કરશે ટિકિટના ભાવ, સરકારનું નિયંત્રણ ઘટશે ૧ જાન્યુઆરી ૨૦૨૭થી નવી એરફેર નીતિ અમલમાં આવવાનો દાવો; એરલાઇન્સને ભાડાં નક્કી કરવાની છૂટ મળશે હવાઈ મુસાફરી કરતા લોકો માટે આગામી દિવસોમાં મોંઘવારીનો વધુ એક માર પડી શકે છે. કેન્દ્ર સરકારની નવી એરફેર નીતિ અંગે જાહેર થયેલી માહિતી અનુસાર, ૧ જાન્યુઆરી ૨૦૨૭થી એરલાઇન્સ કંપનીઓને વિમાન ટિકિટના ભાડાં નક્કી કરવામાં વધુ સ્વતંત્રતા મળી શકે છે. કંપનીઓ પોતાના સંચાલન ખર્ચ અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને ટિકિટના ભાવ નક્કી કરી શકશે. આ વ્યવસ્થામાં સામાન્ય સંજાેગોમાં સરકારની સીધી દખલગીરી નહીં રહે, જાેકે વિશેષ પરિસ્થિતિમાં સરકાર હસ્તક્ષેપ કરી શકશે.
નવી નીતિ હેઠળ એરલાઇન્સ કંપનીઓને ટિકિટના ભાવ નક્કી કરવામાં વધુ છૂટ આપવામાં આવશે. અત્યાર સુધી હવાઈ ભાડાંને લઈને સરકાર દ્વારા અમુક સંજાેગોમાં નિયંત્રણો અને મર્યાદાઓ લાગુ કરવામાં આવતી હતી. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ કંપનીઓ પોતાના ઓપરેશનલ ખર્ચ, ઇંધણના ભાવ અને બજારની સ્થિતિ પ્રમાણે ભાડાં નક્કી કરી શકશે.
જાેકે, આનો અર્થ એવો નથી કે એરલાઇન્સને કોઈપણ પ્રકારની જવાબદારી વિના ભાડાં વસૂલવાની છૂટ મળશે. અસાધારણ પરિસ્થિતિમાં જનહિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે.
ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતાની સાથે ગ્રાહકોના હિત અને પારદર્શિતા જાળવવા માટે પણ જાેગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
– એરલાઇન્સે નક્કી કરેલા ભાડાંની વિગતો DGCA ને આપવી પડશે.
– કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર ભાડાંનું માળખું દર્શાવવું પડશે.
– બેઝ ફેર, ટેક્સ અને અન્ય ચાર્જની અલગથી વિગતો આપવી પડશે.
– ટિકિટ રદ કરવાના ચાર્જ અને રિફંડના નિયમો પણ સ્પષ્ટ કરવા પડશે.
આ વ્યવસ્થાનો હેતુ મુસાફરોને ટિકિટ બુકિંગ વખતે કુલ ખર્ચની સ્પષ્ટ જાણકારી આપવાનો છે.
એક તરફ એરલાઇન્સને ભાડાં નક્કી કરવાની વધુ સ્વતંત્રતા મળવાની વાત છે, તો બીજી તરફ વિમાન ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ATF ના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧.૩૭નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં ઇંધણનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૩૮.૫૦ સુધી પહોંચ્યો છે. છેલ્લા ચાર મહિનાથી ઇંધણના ભાવમાં સતત વધારો થતો હોવાના કારણે એરલાઇન્સ કંપનીઓના સંચાલન ખર્ચ પર દબાણ વધી રહ્યું છે.
એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં ATF નો હિસ્સો અંદાજે ૪૦ ટકા જેટલો હોવાનું માનવામાં આવે છે. પરિણામે ઇંધણના ભાવમાં વધારો થાય ત્યારે તેની સીધી અસર કંપનીઓના ખર્ચ પર પડે છે.
નવી નીતિ અને ઇંધણના વધતા ભાવને કારણે આગામી સમયમાં હવાઈ ટિકિટ મોંઘી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એરલાઇન્સ કંપનીઓ વધેલા સંચાલન ખર્ચને ટિકિટના ભાડામાં સમાવી શકે છે. ખાસ કરીને તહેવારો, રજાઓ અને વધુ મુસાફરીની સિઝનમાં માંગ વધે ત્યારે ભાડાંમાં વધારો જાેવા મળી શકે છે. આમ, નવી એરફેર નીતિથી એરલાઇન્સને વ્યાપારી સ્વતંત્રતા મળવાની સાથે મુસાફરો માટે હવાઈ મુસાફરીના ખર્ચમાં વધારો થવાની સંભાવના પણ ઊભી થઈ છે.




