
સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી ફરી વખત પંજાબી ગાયક દિલજીત દોસાંજના કાર્યક્રમોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે દિવાળી સમયે ઉત્તર પ્રદેશના જે મુખ્ય મંદિરોમાં લોકોની ભીડ સૌથી વધુ જાેવા મળે છે તેવા મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિવાળીના દિવસે એટલે કે ૮ નવેમ્બરે મથુરા, અયોધ્યા, કાશીના પ્રમુખ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર અયોધ્યા, મથુરા, કાશી સહિતના ઉત્તર પ્રદેશના મુખ્ય ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ઈમેલમાં લખવામાં આવ્યું છે કે ૮ નવેમ્બર થી ૨૭ નવેમ્બર વચ્ચે બ્લાસ્ટ કરવામાં આવશે. સાથે જ ઈમેલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવાળીના દિવસે એટલે કે ૮ નવેમ્બરે સવારે ૯ થી ૧૧ વચ્ચે મંદિરમાં બ્લાસ્ટ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના પ્રમુખ મંદિરો સાથે સ્કૂલને પણ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ ફરી એક વખત પંજાબી ગાયક દિલજીત દોસાંજના કાર્યક્રમોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મંદિરો, સ્કૂલો અને દિલજીતના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેલ કથિત રીતે ખાલીસ્તાન નેશનલ આર્મી આતંકી સંગઠન તરફથી મોકલવામાં આવ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. જાેકે આ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી સુરક્ષા એજન્સીઓ ઈમેલની ચકાસણી કરવાની સાથે જ ઇમેલમાં કરવામાં આવેલા દાવા મામલે પણ તપાસ શરૂ કરી ચૂકી છે. ધમકી ભર્યો ઈમેલ કોણે મોકલ્યો અને ક્યાંથી મોકલ્યો તે અંગેની તપાસ સાયબર સેલ અને યુપી એટીએસએ શરૂ કરી દીધી છે.
એક તરફ સાયબર સેલ દ્વારા ધમકી ભર્યા ઈમેલ ની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે જગ્યાનો ઉલ્લેખ ઈમેલમાં કરવામાં આવ્યો છે તેની સુરક્ષા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. અલગ અલગ સ્થળોએ પોલીસ તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે. હાલ તો સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે ધમકી પાછળ ખરેખર કોઈ આતંકી નેટવર્કનો હાથ છે કે પછી દિવાળીના સમયે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધમકી ભર્યો ઈમેલ મળ્યા પછી મથુરામાં રેલવે સ્ટેશનથી લઈને મુખ્ય મંદિર, વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં, અયોધ્યામાં અને કાશીના મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ તમામ જગ્યાએ પોલીસે ચેકિંગ અભિયાન પણ શરૂ કર્યું છે. આ ઘટના પછી સાઇબર સેલ પણ એક્ટિવ થઈ ગયું છે.




