
ફિલ્મ સિટીની બાજુમાં જ ચાલી રહ્યું હતું કારખાનું.૬.૭૮ કરોડની ૫૦૦-૫૦૦ ની નકલી નોટો પકડાઈ.કુંતલૂરમાં ભાડાના ઘરમાંથી ૫૦૦ રૂપિયાની ૬.૭૮ કરોડની નકલી નોટો, પ્રિન્ટર અને અન્ય સાધનો મળ્યા.હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી પાસેથી પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી નકલી નોટોનો મોટો જથ્થો જપ્ત થયો છે. પોલીસે ૧ નવેમ્બરે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછના આધારે એક રૂમ પર દરોડો પાડ્યો, જ્યાંથી ૫૦૦-૫૦૦ રૂપિયાની ૬.૭૮ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી. પોલીસ કમિશનર ડૉ. તરુણ જાેશીએ જણાવ્યું કે ૧ નવેમ્બરે અમારી ટીમે NH-65 પર રામોજી ફિલ્મ સિટી પાસે એક કાર રોકી અને ચાર આરોપીઓ મદુપોજુ કરાકર, ચિનોલા માણિક્ય રેડ્ડી, ચેરુકુપલ્લી રત્નાકર રેડ્ડી અને કરણમ અજય કુમારની ધરપકડ કરી.
પોલીસે કુંતલૂરમાં એક ભાડાના ઘરમાંથી નકલી નોટ છાપવાનો અડ્ડો પણ શોધી કાઢ્યો છે. ત્યાંથી પ્રિન્ટર, એક લેપટોપ, નોટ કાપવાની મશીનો અને અન્ય ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા. આરોપીઓ પર આરોપ છે કે તેઓ પોતાને પોલીસ અધિકારી જણાવતા હતા. તેઓ લોકોને ડરાવવા અને ઠગવા માટે નકલી ઓળખ કાર્ડ, વોકી-ટોકી અને એક નકલી પિસ્તોલનો ઉપયોગ કરતા હતા.
પોલીસ કમિશનર ડૉ. તરુણ જાેશીએ જણાવ્યું કે, અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાદનગર સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ (SOT) ની ટીમે ૧ નવેમ્બરે NH-65 પર રામોજી ફિલ્મ સિટી પાસે એક કાર રોકીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આગળની તપાસમાં પોલીસે કુંતલૂર સ્થિત એક ભાડાના મકાનમાં ચાલી રહેલા કથિત નકલી નોટ છાપવાના યુનિટનો પણ પર્દાફાશ કર્યો.
પોલીસ કમિશનરે આગળ જણાવ્યું કે, આરોપીઓ નકલી પોલીસ ઓળખ અને સાધનોનો ઉપયોગ કરીને લોકોમાં ડર પેદા કરતા હતા અને તેના દ્વારા જ તેમને છેતરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ શરૂઆતમાં લોકોને અસલી રોકડના બદલે દર એક લાખ રૂપિયાના બદલામાં ૩ થી ૪ લાખ રૂપિયાની નકલી નોટો આપવાની લાલચ આપીને નકલી નાણાં ચલાવવાનો પ્રયાસ કરતી હતી. જાેકે આ યોજના સફળ ન થવા પર તેમણે બીજી રીત અપનાવી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગના સભ્યો પહેલાં સંભવિત ખરીદદારોનો વિશ્વાસ જીતવા માટે અસલી નોટો બતાવતા હતા. ત્યારબાદ તેમના સાથીદારો પોલીસ અધિકારી બનીને સ્થળ પર પહોંચતા, કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપતા અને ખરીદદારોની અસલી રકમ લઈને ફરાર થઈ જતા હતા.આવી બે ઘટનાઓમાં આરોપીઓએ અનુક્રમે ૨ લાખ અને ૩ લાખ રૂપિયા ઠગી લીધા હતા. આ મામલામાં જપ્ત કરાયેલી નકલી ૫૦૦ની નોટોનું કુલ ફેસ વેલ્યુ ૬.૭૮ કરોડ રૂપિયા છે, જેને પોલીસે એક મોટી સફળતા ગણાવી છે.




