
હવે બે ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે સૂર્યકુમારને મળી બેવડી જવાબદારી, મુંબઈની કેપ્ટનશિપ સોંપવામાં આવી ટી-૨૦ વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈનું કરશે નેતૃત્વ (સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૫
ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવને વધુ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની પસંદગી સમિતિએ સૂર્યકુમાર યાદવને આગામી સ્થાનિક સિઝનની બે મહત્ત્વપૂર્ણ વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટ માટે મુંબઈની ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. તે હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની આગેવાની કરશે.
સૂર્યકુમાર માટે આ ર્નિણય ખાસ મહત્ત્વ ધરાવે છે. ગયા મહિને તેને મુંબઈની રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું નહોતું. સમગ્ર સ્થાનિક સિઝન માટે ઉપલબ્ધ હોવા છતાં રેડ-બોલ ક્રિકેટમાં પૂરતો અનુભવ ન હોવાના કારણસર પસંદગીકારોએ તેની પસંદગી કરી નહોતી. જાેકે, હવે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેના અનુભવ અને નેતૃત્વ પર પસંદગીકારોએ વિશ્વાસ મૂક્યો છે.
મુંબઈની ટીમ ૧૪ નવેમ્બરે કોલકાતામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. મુંબઈને એલિટ ગ્રુપ-ડ્ઢમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં હૈદરાબાદ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઓડિશા, ઉત્તરાખંડ અને વિદર્ભની ટીમો પણ સામેલ છે. મુંબઈની પ્રથમ ટક્કર હૈદરાબાદ સામે થશે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમની પસંદગી પહેલાં ૭ અને ૯ નવેમ્બરે પ્રેક્ટિસ મેચો રમાશે. ત્યારબાદ ૯ નવેમ્બરે અંતિમ ટીમ જાહેર કરવામાં આવશે. મુંબઈની ટીમ ૧૧ નવેમ્બરે કોલકાતા જવા રવાના થશે.
સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આક્રમક બેટિંગ અને નેતૃત્વથી આગવી ઓળખ બનાવી છે. હવે ભારતીય ટીમ સાથેની સફળતાનો અનુભવ તે મુંબઈની સ્થાનિક ટીમમાં ઉપયોગ કરી શકશે. મુંબઈ ક્રિકેટનો ઇતિહાસ શાનદાર રહ્યો છે અને સ્થાનિક ક્રિકેટમાં તેની ટીમ હંમેશા મજબૂત દાવેદાર ગણાય છે. ત્યારે સૂર્યકુમારની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.




