
૨ કરોડની લાંચ માગ્યાનો આરોપમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ તપાસને મંજૂરી.કેરળમાં PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન રોડ પ્રોજેક્ટનાં બિલ પાસ કરવા લાંચ માગી હોવાનો આક્ષેપદેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. કેરળ સરકારે તેમના અગાઉના કાર્યકાળ સાથે જાેડાયેલા રૂ. ૨ કરોડની લાંચ માગવાના આરોપોની તપાસ માટે રાજ્યના વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો (VACB)ને મંજૂરી આપી છે. આ અંગે કેરળના મંત્રી રમેશ ચેન્નિતલાએ માહિતી આપી હતી.
મંત્રી રમેશ ચેન્નિતલાના જણાવ્યા અનુસાર, સજ્જન કુમાર નામના વ્યક્તિએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે જ્ઞાનેશ કુમારે કેરળમાં લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ તરીકે ફરજ બજાવતા સમયે રોડ પ્રોજેક્ટનાં બિલ પાસ કરવા માટે રૂ. ૨ કરોડની લાંચ માગી હતી.
આ મામલો તિરુવનંતપુરમથી અંગમાલી સુધીના મેન સેન્ટ્રલ રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. આ પ્રોજેક્ટનું કામ ‘PATI-BEL’ નામના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ સમગ્ર વિવાદમાં મલેશિયન કંપનીના પ્રોજેક્ટ ઓફિસર લી સી બીનની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ,PWD દ્વારા પ્રોજેક્ટનાં બિલની ચુકવણી ન થતાં કંપની પર આર્થિક દબાણ વધ્યું હતું. જાેકે, આર્થિક દબાણ અને આત્મહત્યા વચ્ચેના સંબંધ સહિતના તમામ મુદ્દાઓ તપાસનો વિષય છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૭છ હેઠળ તપાસ શરૂ કરવા માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે. આ જાેગવાઈ અંતર્ગત કાનૂની સલાહ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ તપાસની મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ મામલે વર્ષ ૨૦૦૬માં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે નવી ફરિયાદોના આધારે આ મામલાને ફરી તપાસ માટે આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
વિજિલન્સ તપાસમાં લાંચના આક્ષેપો, પ્રોજેક્ટનાં બિલની ચુકવણી અને સંબંધિત દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવશે. હાલ આ તમામ બાબતો આરોપોના સ્તરે છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.




